________________
તેત્રિશ બોલ
૨૨૭
છઠ્ઠી પ્રતિમા એક માસની તેમાં છ દાતિ આહાર અને છ દાતિ પાણી.
સાતમી પ્રતિમા એક માસની તેમાં સાત દાતિ આહાર અને સાત દાતિ પાણી.
આઠમી પ્રતિમા સાત રાત્રિ દિવસની તેમાં પાણી વિના એકાંતર ઉપવાસ કરે. ગ્રામ નગર, રાજધાની વગેરેની બહાર સ્થાનક કરે, ત્રણ આસનો વાળ, ચત્તા સુવે, પાસુ વાળી સુવે, અને પલાંઠી વાળી સુવે, કોઈ પણ પરિષહથી ડરે નહિ.
નવમી પ્રતિમા સાત રાત્રિ દિવસની ઉપર પ્રમાણે વિશેષ ત્રણમાંથી એક આસન કરે. દંડ આસન, લગઢ આસન અને ઉત્કટ આસન.
દશમી પ્રતિમા સાત રાત્રિ દિવસની ઉપર પ્રમાણે. વિશેષ ત્રણમાંથી એક આસન કરે, ગોઠૂહ આસન, વીરાસન ને અમ્બુખુજ આસન.
અગિઆરમી પ્રતિમા એક અહોરાત્રિની. પાણી વિના છઠ્ઠ ભક્ત કરે, ગામ બહાર બે પગ સંકોચી હસ્ત લાંબા કરી કાર્યોત્સર્ગ કરે.
બારમી પ્રતિમા એક રાત્રિની પાણી વિના અઠમ ભક્ત કરે, ગામ, નગર બહાર શરીર ત્યજીને અણુમિલા લોચને એક પુગળ ઉપર સ્થિર દૃષ્ટિ કરી તમામ ઇંદ્રિયો ગુપ્ત કરી બન્ને પગ એકત્ર કરી, બે હસ્ત લંબાવી દેઢાસને રહે. તેવા વખતે દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી ઉપસર્ગ થાય તે સહે. સમ્યક્ પ્રકારે આરાધન થાય તો અવધિ જ્ઞાન, મન:પર્યવ જ્ઞાન કે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય. જો અહિત થાય તો, ઉન્માદ પામે દીર્ધ કાલિક રોગ થાય ને કેવળી પ્રક્ષપ્ત ધર્મથી ભ્રષ્ટ થાય. એ પ્રતિમામાં કુલ આઠ માસ થાય છે,