________________
૨૨૬
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ પગ માત્ર પણ પછી ચાલવું ન કહ્યું. એટલે પ્રતિલેખનની વેળા સુધી વિહાર કરે.
૧૮. પ્રતિમાધારી સાધુને, સચિત્ત પૃથ્વી ઉપર સૂવું બેસવું, થોડી નિદ્રા પણ કરવી ન કહ્યું, ને પૂર્વે જોએલા સ્થાનકે ઉચ્ચાર પ્રમુખ પરિઠવવું કહ્યું.
૧૯. સચિત્ત રજે કરી પગ પ્રમુખ ખરડાએલા હોય તેવા શરીરે ગૃહસ્થના ઘરે ગૌચરી જવું ન કલ્પે.
૨૦. પ્રતિમાધારી, સાધુને પ્રાશુક શીતળ તથા ઉષ્ણ પાણીએ કરી હાથ, પગ, કાન, નાક, આંખ પ્રમુખ એક વાર ધોવું, વારંવાર ધોવું ન કહ્યું, અશુચિનો લેપ લાગ્યો હોય તે તથા ભોજનથી ખરડાએલ હોય તેટલું ધોવું કહ્યું.
૨૧. પ્રતિમાધારી સાધુ ઘોડો, હાથી, બળદ, પાડો, વરાહ (સૂઅર), શ્વાન, વાઘ ઇત્યાદિક દુષ્ટ જીવ સામાં આવતાં હોય તો તેના ભયે કરી પગ માત્ર પાછો લે નહિ પણ સુંવાળો જીવ સામો આવતો હોય તો તેની દયાને કારણે યત્ના માટે પાછા ઓસરે.
૨૨. પ્રતિમાધારી સાધુ વિહાર કરતાં તડકેથી છાંયે ન જાય, છાંયેથી તડકે ન જાય. ટાઢ તાપ સમપરિણામે સહન કરે.
બીજી પ્રતિમા એક માસની તેમાં બે દાતિ આહાર અને બે દાતિ પાણીની લેવી કહ્યું.
ત્રીજી પ્રતિમા એક માસની તેમાં ત્રણ દાતિ આહાર અને ત્રણ દાતિ પાણીની લેવી કલ્પે.
ચોથી પ્રતિમા એક માસની તેમાં ચાર દાતિ આહાર અને ચાર દાતિ પાણીની લેવી કલ્પ.
પાંચમી પ્રતિમા એક માસની તેમાં પાંચ દાતિ આહાર અને પાંચ દાતિ પાણી.