________________
મૈત્રિશ બોલ
૨૨૫
૬. પ્રતિમાધારી સાધુ ચાર પ્રકારે બોલે. ૧ યાચના કરે ત્યારે. ૨ પંથ પ્રમુખ પૂછતાં. ૩ આજ્ઞા માગતાં. ૪ પ્રશ્નાદિકનો ઉત્તર આપતાં.
૭. પ્રતિમાધારી સાધુને ત્રણ પ્રકારનાં સ્થાનક જોવાં, પ્રતિલેખવાં ક્ષે. ૧ આરામરૂપ ઘર, ૨ છત્રીના આકારે, ૩ ઝાડતળે. ૮. પ્રતિમાધારી સાધુ એ ત્રણ સ્થાનકને યાચે - માગે. ૯. એ ત્રણ પ્રકારનાં સ્થાનકને વિષે રહેવું કરે.
૧૦. પ્રતિમાધારી સાધુને ત્રણ પ્રકારની શય્યા જોવી કલ્પે ૧ પૃથ્વીરૂપ, ૨. શિલારૂપ, ૩ કાષ્ટરૂપ.
૧૧. એ ત્રણ પ્રકારની શય્યા યાચના કરવી કલ્પે.
૧૨. એ ત્રણ પ્રકારની શય્યા ભોગવવી કલ્પે.
૧૩. પ્રતિમાધારી સાધુ જે સ્થાનકમાં રહ્યા હોય ત્યાં કોઈ સ્ત્રી પ્રમુખ આવે તો તે સ્ત્રી પ્રમુખના ભયે કરી બહાર નીકળે નહીં; તથા બહાર હાથ ઝાલી કાઢે તો ઇર્યાસમિતિ શોધતાં નીકળે.
૧૪. પ્રતિમાધારી સાધુ જે ઘરમાં રહ્યા હોય ત્યાં કોઈ અગ્નિ લગાડે તો તેના ભયે કરી બહાર નીકળે નહિ. કોઈ બળાત્કારે કાઢે તો ઇર્યાસમિતિ શોધતાં નીકળે.
૧૫. પ્રતિમાધારી સાધુને પગને વિષે કાંટો પ્રમુખ વાગે તો તેને કાઢવો ન લ્યે.
૧૬. પ્રતિમાધારી સાધુને આંખમાં નાના જીવ તથા નાના બીજ તથા ૨જ પ્રમુખ પેસે તો કાઢવા ન કલ્પે, ઇર્યાએ ચાલવું કલ્પે
૧૭. પ્રતિમાધારી સાધુને, જ્યાં સૂર્ય આથમે ત્યાંથી એક
બ્રુ-૧૫