________________
તેત્રિશ બોલ
(૩) અમર ગુણ સ્થાનક ત્રણ તે ૭, ૧૨, ૧૩. (૪) તીર્થંકર નામ કર્મ પાંચ ગુણ. બાંધે તે ૪, ૫, ૬, ૭, ૮. (૫) તીર્થંકર પાંચ ગુણ ન સ્પર્શે તે ૧, ૨, ૩, ૫, ૧૧. (૬) શાશ્વત ગુણ સ્થાનક પાંચ તે ૧, ૪, ૫, ૬, ૧૩. (૭) અનાહારક ગુણ સ્થાનક પાંચ તે ૧, ૨, ૪, ૧૩, ૧૪. (૮) તદ્ભવ મોક્ષગામી જીવ ૧૭ ગુણ. સ્પર્શે તે ૧૧ મું વર્જીને બધા.
કોઈ અંતકૃત જીવ ૧-૨-૩-૫-૬-૧૧ વરજીને આઠ ગુણ.
સ્પર્શે.
૨૧૯
આઠમો દ્વાર : ગુણ સ્થાનક ૧ થી ૭ સુધીમાં ૬ સંઘયણ લાભે. ગુણ૦ ૮ થી ૧૧ સુધી ઉપશમ શ્રેણી વાળાને પહેલા ત્રણ સંઘયણ લાભે. ગુણ૦ થી ૧૪ સુધી ક્ષપક શ્રેણી વાળાને સંઘયણ એક વજૠષભનારાચસંઘયણ.
નવમો દ્વાર : આર્યાજી, અવેદી, પરિહાર વિશુદ્ધ ચારિત્રવંત, મુલાક લબ્ધીવંત, અપ્રમત સાધુ, ૧૪ પૂર્વી સાધુ, આહારક શરીરી અને કેવળીનું કોઈ દેવતા સાહારણ કરી શકે નહિ. ક્ષેપક દ્વાર સમાપ્ત. ઇતિ ગુણ સ્થાનક દ્વાર સમાપ્ત.
(૧૧) તેત્રિશ બોલ
(આવશ્યક સુત્ર તથા ઉત્તરાધ્યન અ. ૩૧)
-
એક પ્રકારે અસંયમ – સર્વ આશ્રવથી નહિ નિવર્તવું તે. બે પ્રકારે બંધ – ૧ રાગબંધ, ૨ દ્વેષબંધ.
-
ત્રણ પ્રકારે દંડ ૧ મનદંડ, ૨ વચનદંડ, ૩ કાયદંડ- ત્રણ