________________
૨૧૮
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ ચોથો અંતર દ્વાર. પહેલે ગુણ૦ જઘ૦ અંતર્મુહૂર્ત, ઉત્0 ૬૬ સાગર ઝાઝેરાનું. બીજા ગુણ. નું અંતર જઘન્ય પલ્યનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ દેશે ઉણું, અર્ધપુદ્ગલ પરાર્વતન. ત્રીજાથી અગીયારમાં ગુણસ્થાનકે અંતર જઘન્ય અંતર્મુહુત ઉત) અર્ધપુદ્ગલ દેશે ઉણું. બારમે તેરમે ને ચૌદમે ગુણ૦ આંતરું નથી, એ એક જીવઆશ્રી. ઈતિ ૪ અંતર દ્વાર સમાપ્ત.
પાંચમો ધ્યાન દ્વાર. પહેલે, બીજ, ત્રીજે ગુણ૦ ૨ ધ્યાન પહેલા. ચોથે, પાંચમે ગુણ૦ ૩ ધ્યાન પહેલા. છ ગુણ૦ ૨ ધ્યાન આર્તધ્યાન ને ધર્મ ધ્યાન. સાતમે ગુણ૦ ૧ ધર્મધ્યાન. આઠમેથી માંડીને ચૌદમા ગુણ૦ ૧ શુકલધ્યાન. ઈતિ ૫ મો ધ્યાન દ્વારા સમાપ્ત.
છઠ્ઠો સ્પર્શના ધાર. પહેલું ગુણઠાણું ૧૪ રાજલોક સ્પર્શ, બીજું ગુણ૦ હેઠું પંડગવનથી તે ૬ હી નરક સુધી સ્પર્શે તથા ઊંચું અધોગામની વિજયથી તે ૯ કૈવેયક સુધી સ્પર્શે. ત્રીજું ગુણ૦ લોકનો સંખ્યાતમો ભાગ સ્પર્શે. ચોથું ગુણ૦ અધોગામની વિજયથી ૧૨ મા દેવલોક સુધી સ્પર્શે અથવા પંડગવનથી છઠી નરક સુધી સ્પર્શે. પાંચમું ગુરુ વાળા પણ એમજ અધોગામની વિજયથી ૧૨ મા દેવલોક સુધી સ્પર્શે. છઠ્ઠા ગુણઠાણાવાળા અધોગામની વિજયથી ૫ અનુત્તરવિમાન સુધી સ્પર્શે. સાતમાથી બારમાં ગુણ૦ લોકનો અસંખ્યાતમો ભાગ સ્પર્શે. તેરમું ગુણ૦ સર્વલોક સ્પર્શે કેવળ સમુદ્દઘાત અપેક્ષા. ચૌદમું ગુણ૦ લોકનો અસંખ્યાતમો ભાગ સ્પર્શ. ઇતિ ૬ ઠો સ્પર્શના દ્વાર સમાપ્ત.
સાતમો દ્વાર : (૧) વાટે વહેતા જીવના ગુણ સ્થાનક ત્રણ તે ૧, ૨, ૪, (૨) અપડિવાઈ ગુણ સ્થાનક ત્રણ તે ૧૨, ૧૩, ૧૪.