________________
શ્રી ગુણસ્થાનદ્વાર
૨૧૩ અઢારમો ઉપયોગ દ્વાર. પહેલે ને ત્રીજે ગુણઠાણે ૬ ઉપયોગ લાભે. ૩ અજ્ઞાન ને ૩ દર્શન એવં ૬. બીજે, ચોથે, પાંચમે ગુણ૦ ૬ ઉપયોગ લાભે, ૩ જ્ઞાન, ૩ દર્શન, એવું ૬. છઠ્ઠાથી તે બારમા ગુણઠાણા સુધી ઉપયોગ ૭ લાભે તે ૪ જ્ઞાન ને ૩ દર્શન એવં ૭. ૧૦મા ગુણઠાણામાં ઉપયોગ ૭ તે લબ્ધિની અપેક્ષાએ. ફકત સાકાર ઉપયોગ હોવાથી ૪ ઉપયોગ જ્ઞાનના. તેરમે, ચૌદમે ગુણઠાણે તથા સિદ્ધમાં ૨ ઉપયોગ, કેવલજ્ઞાન ને કેવલદર્શન. ઈ. ૧૮ મો ઉપયોગ દ્વારા સમાપ્ત. ૧૮.
ઓગણીશમો વેશ્યા દ્વારા પહેલાથી તે છઠ્ઠા ગુણઠાણા સુધી ૬ વેશ્યા લાભે. સાતમે ગુણ૦ ઉપલી ૩ લેશ્યા લાભે. આઠમેથી માંડીને બારમા ગુણઠાણા સુધી ૧ શુક્લ લેશ્યા લાભે, તેરમે ગુણઠાણે ૧ પરમ શુકલલેશ્યા લાભ, ચૌદમે ગુ૦ લેશ્યા નથી. ઇતિ ૧૯ મો વેશ્યા દ્વાર સમાપ્ત ૧૯.
વીસમો ચારિત્ર દ્વાર. પહેલાથી તે ચોથા ગુણઠાણા સુધી કોઈ ચારિત્ર નથી. પાંચમે ગુણઠાણે દેશથી સામાયિક ચારિત્ર છે. છ સાતમે ગુણઠાણે ૩ ચારિત્ર લાભે; સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર, પરિહારવિશુદ્ધ ચારિત્ર એ ૩ લાભે આઠમે, નવમે ગુણઠાણે ૨ ચારિત્ર લાભે, સામાયિક ને છેદોપસ્થાપનીય. દશમે ગુણ૦ ૧ સુક્ષ્મસંપરા ચારિત્ર લાભે. અગ્યારમેથી તે ચૌદમા ગુણઠાણા સુધી ૧ યથાખ્યાત ચારિત્ર લાભે. ઇતિ ૨૦ મો ચારિત્ર દ્વાર સમાપ્ત. ૨૦.
એકવીસમો સમકિત દ્વારા પહેલે ને ત્રીજે ગુણઠાણે સમકિત નથી. બીજે ગુણ૦ ૧ સાસ્વાદાન સમકિત લાભે. ચોથે, પાંચમે, છ અને સાતમે ગુણ૦ ઉપશમ, ક્ષયોપશમ, વેદક અને ક્ષાયિક એ ચાર લાભે. આઠમે, નવમે, દશમે અગ્યારમે ૨ સમકિત લાભ, ઉપશમ ને લાયક.