________________
૨૧૨
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ આત્મા, કષાય વર્જિને. ચૌદમે ગુ૦ ૬ આત્મા, કષાય ને જોગ વર્જિને. સિદ્ધમાં ૪ આત્મા જ્ઞાનઆત્મા, દર્શનઆત્મા, દ્રવ્યઆત્મા, ઉપયોગઆત્મા. ઈતિ ૧૫ મો, આત્મા દ્વાર સમાપ્ત.
સોળમો જીવ ભેદ દ્વારા પહેલે ગુણઠાણે ૧૪ ભેદ લાભે. બીજે ગુણ૦ ૬ ભેદ લાભે, બેઈદ્રિય, ઈન્દ્રિય, ચઉરિંદ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેંદ્રિય, એ ૪ ના અપર્યાપ્ત ને સંજ્ઞી પંચેંદ્રિયનો અપર્યાપ્તો ને પર્યાપ્તો એ ૬. ત્રીજે ગુણ૦ ૧ સંજ્ઞી પંચેંદ્રિયનો પર્યાપ્તો લાભે. ચોથે ગુણઠાણે ૨ ભેદ લાભે. સંજ્ઞી પંચેંદ્રિયનો અપર્યાપ્તો ને પર્યાપ્તો એ ૨. પાંચમાંથી તે ૧૪ મા ગુણઠાણા સુધી ૧ સંજ્ઞી પંચેદ્રિયનો પર્યાપ્તો લાભે. ઈતિ ૧૬ મો જીવભેદ દ્વાર સમાપ્ત. ૧૬.
સત્તરમો જોગ દ્વાર. પહેલે, બીજે ને ચોથે ગુણઠાણે જગ ૧૩ લાભે, બે આહારકના વર્જિને, ત્રીજે ગુણ૦ ૧૦ જોગ લાભે, તે ૪ મનના, ૪ વચનના, ૧ ઔદારિકનો, ૧ વૈક્રિયનો એવં ૧૦ લાભ. પાંચમે ગુણઠાણે ૧૨ જેગ; આહારકના ૨ ને એક કાર્મણનો એ ૩ વર્જિને ૧૨ લાભે. છક્કે ગુ૦ ૧૪ જોગ લાભ, ૧ કાશ્મણનો વર્જિને. સાતમે ગુ. ૯ જોગ તે ૪ મનના, ૪ વચનના, ૧ ઔદારિકનો, એવું ૯. આઠમાંથી માંડીને ૧૨ મા ગુણઠાણા સુધી જોગ ૯ લાભ તે ૪ મનના ૪ વચનના ને ૧ ઔદારિકનો એ ૯. તેરમે ગુણઠાણે જોગ ૭ લાભે, બે મનના, બે વચનના, એ ૪ ને ઔદારિકનો,
ઔદારિકનો મિશ્ર, કાર્પણ કાયોગ, એવું ૭. અથવા ૫ જોગ લાભે. બે મનનાં, બે વચનનાં, ૧ ઔદારિકનો. ચૌદમે ગુણ૦ જોગ નથી. ઇતિ ૧૭ મો જોગ દ્વાર સમાપ્ત. ૧૭..
* મિશ્રયોગનો ઉપયોગ એક શરીરમાંથી બીજા શરીરમાં જતી વખતે કરે. ૧. ૧૩મે ગુણ કેવળ સમુદઘાત ન કરે તો પાંચ જોગ લાભે.