________________
શ્રી ગુણસ્થાનકાર
૨૧૧ ચૌદમો માર્ગણા દ્વાર. પહેલે ગુણઠાણે માર્ગણા ૪, ત્રીજે, ચોથે, પાંચમે, સાતમે જાય. બીજે ગુણ૦ માર્ગણા ૧, પડી ને પહેલે આવે પણ ચડવું નથી. ત્રીજે માર્ગણા ૪, પડે તો પહેલે આવે અને ચડે તો ચોથે, પાંચમે અને સાતમે જાય. ચોથે માર્ગણા ૫, પડે તો પહેલે, બીજે, ત્રીજે આવે અને ચડે તો પાંચમે, સાતમે જાય. પાંચમે માર્ગણા ૫, પડે તો પહેલે, બીજ, ત્રીજે, ચોથે આવે અને ચડે તો સાતમે જાય છઠે માર્ગણા ૬, પડે તો પહેલે, બીજ, ત્રીજે, ચોથે, પાંચમે આવે અને ચડે તો સાતમે જાય. સાતમે, માર્ગણા* ૩, પડે તો છક્કે, ચોથે આવે અને ચડે તો આઠમે જાય. આઠમે માર્ગણા ૩, પડે તો સાતમે, ચોથે આવે અને ચડે તો નવમે જાય. નવમે માર્ગણા ૩, પડે તો આઠમે, ચોથે આવે, ચડે તો દશમે જાય. દશમે માર્ગણા ૪, પડે તો નવમે, ચોથે આવે ચડે તો અગ્યારમે, બારમે જાય. અગ્યારમે માર્ગણા ૨, કાળ કરે તો (અનુત્તર વિમાને) ચોથે જાય, પડે તો દશમે આવે. ચડવું નથી. બારમે માર્ગણા ૧, તેરમે જાય, પડવું નથી. તેરમે માર્ગણા ૧, ચૌદમે જાય, પડવું નથી. ચૌદમે માર્ગણા એકે નથી. મોક્ષે જાય. ઈતિ માર્ગણા દ્વાર સમાપ્ત. ૧૪.
પંદરમો આત્મા દ્વાર. આત્મા ૮; દ્રવ્યઆત્મા, કષાયઆત્મા, યોગઆત્મા, ઉપયોગ - આત્મા, જ્ઞાનઆત્મા, દર્શનઆત્મા, ચારિત્ર આત્મા, વીર્યઆત્મા એવું ૮. પહેલે, ત્રીજે ગુણ૦ ૬ આત્મા, જ્ઞાન ને ચારિત્ર એ ૨ વર્જિને. બીજે ચોથે ગુણ૦ ૭ આત્મા, ચારિત્ર વર્જિને. પાંચમે ગુણઠાણે પણ ૭ આત્મા, દેશથી ચારિત્ર છે. છથી દશમા ગુણઠાણા સુધી ૮ આત્મા. અગ્યારમે, બારમે, તેરમે ગુ૦ ૭
* સાતમા ગુણ થી આગળ બંધ પડે તો ચોથેની માર્ગણા છે તે કાળ કરીને દેવ થાય તે આશ્રી જ જાણવી.