________________
૨૧૪
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ બારમે, તેરમે, ચૌદમે ગુણઠાણે તથા સિદ્ધમાં ૧ લાયક સમકિત લાભે. ઇતિ ૨૧ મો સમકિત દ્વાર સમાપ્ત ૨૧.
બાવીસમો અલ્પબહુ – દ્વાર. સર્વથી થોડા અગ્યારમા ગુણઠાણાવાળા, એક સમયે ઉપશમશ્રેણીવાળા ૫૪ જીવ લાભ માટે. ૧. તેથી બારમા ગુણઠાણાવાળા સંખ્યાતગૂણા, એક સમયે ક્ષપક શ્રેણીવાળા એકસો ને આઠ જીવ લાભ માટે. ૨. તેથી આઠમા, નવમી, દશમા ગુણઠાણાવાળા સંખ્યાતગુણા. જઘન્ય બસો ઉત્0 નવસો લાભ માટે. ૩. તેથી તેરમા ગુણઠાણાવાળા સંખ્યાતગુણા, જઘ૦ બે ક્રોડી ઉત્0 નવ ક્રોડી લાભ માટે. ૪. તેથી સાતમા ગુણઠાણાવાળા સંખ્યાતગુણા, જઘ૦ બસો ક્રોડી, ઉત્0 નવસો ક્રોડી લાભ માટે. ૫. તેથી છઠ્ઠા ગુણઠાણાવાળા સંખ્યાતગુણા જઘ૦ બે હજાર ક્રોડી ઉત્0 નવ હજાર ક્રોડી લાભ માટે. ૬. તેથી પાંચમા ગુણઠાણાવાળા અસંખ્યાતગુણા તિર્યંચ શ્રાવક ભળ્યા માટે. ૭ તેથી બીજા ગુણઠાણાવાળા અસંખ્યાતગુણા ૪ ગતિમાં લાભ માટે. ૮. તેથી ત્રીજા ગુણઠાણાવાળા અસંખ્યાતગુણા, ૪ ગતિમાં વિશેષ છે માટે. ૯. તેથી ચોથા ગુણઠાણાવાળા અસંખ્યાતગુણા, ઘણી સ્થિતિ છે માટે ૧૦. તેથી ચૌદમા ગુણઠાણાવાળા ને સિદ્ધ ભગવંતજી અનંતગુણા ૧૧. તેથી પહેલા ગુણઠાણાવાળા અનંતગુણા, એકેદ્રિય પ્રમુખ સર્વ મિથ્યાષ્ટિ છે માટે. ૧૨ ઇતિ ૨૨ મો અલ્પબદુત્વ દ્વાર સમાપ્ત ૨૨. ઇતિ ગુણઠાણાના ૨૨ દ્વાર સમાપ્ત.
(અનુયોગ દ્વાર સૂત્રમ). ઉદયભાવ, ઉપશમભાવ, લાયકભાવ, ક્ષયોપશમભાવ, પારિણામિક ભાવ ને સન્નિવાઈ ભાવ.૧ સન્નિવાઈ ભાવ - બીજા પાંચ ભાવોનું ભાંગાના રૂપમાં જોડાણ.