________________
૨૦૮
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ ચઉદ ગુણ૦ અબંધ. ઇતિ ૬ ઠો બંધ દ્વાર સમાપ્ત. ૬.
સાતમો વેદે દ્વાર ને આઠમો ઉદય કાર. પહેલા ગુણઠાણાથી તે દશમા ગુણઠાણા સુધી ૮ કર્મવેદ ને ૮ નો ઉદય. અગ્યારમે, બારમે ૭ કર્મ વેદ ને ૭ નો ઉદય, મોહનીય વર્જિને. તેરમે, ચઉદમે, ૪ કર્મ વેદે ને ૪ નો ઉદય, વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર. અતિ ૭ મો વેદ દ્વાર ને ૮ નો ઉદય દ્વાર સમાપ્ત ૭-૮
નવમો ઉદિરણા દ્વાર. પહેલા ગુણઠાણાથી છઠ્ઠા સુધી, ત્રીજું વર્જિને આઠ અથવા સાત કર્મની ઉદિરણા થાય. સાતની કરે તો આયુષ્ય વજીને, છ ની કરે તો આયુષ્ય અને વેદનીય વર્જીને. ત્રીજે આઠ કર્મની ઉદિરણા થાય. સાતમે, આઠમે તથા નવમે છ કર્મની ઉદિરણા થાય તે આયુષ્ય તથા વેદનીય વર્જિને. દશમે છે અથવા પાંચની ઉદિરણા થાય. છની થાય તો આયુષ્ય અને વેદનીય બે વર્જિને અને પાંચની થાયતો આયુષ્ય, વેદનીય અને મોહનીયએ ત્રણ વર્જિને. અગીયારમે પાંચ કર્મની ઉદિરણા થાય. બારમે ગુણઠાણે પાંચ અથવા બે કર્મની ઉદિરણા થાય તે નામ અને ગોત્રની. તેરમે બે કર્મની તે નામ અને ગોત્રની. ચૌદમે ઉદિરણા નથી. ઇતિ નવમો ઉદિરણા દ્વાર સમાપ્ત. ૯.
| દશમો નિર્જરા દ્વાર. પહેલાથી દસમા ગુણ સુધી આઠ કર્મની નિરા. અગીયારમે તથા બારમે સાત કર્મની નિર્જરા તે મોહનીય વર્જિને. તેરમે, ચૌદમે ચાર કર્મની નિર્જરા તે વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. ઈતિ દશમો નિર્જરા દ્વાર સમાપ્ત ૧૦.
એગીયારમો ભાવ દ્વાર ઉદય ભાવ, ઉપશમ ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષયોપશમ