________________
શ્રી ગુણસ્થાનદ્વાર
૨૦૭
ઉં અંત∞ બારમા ગુ૦ સ્થિતિ જ૦ ઉ૦ અંત૦ ચક્રમા ગુણઠાણાની સ્થિતિ પાંચ હ્રસ્વ અક્ષર (અ. ઇ. ઉં. . લુ) બોલવા પ્રમાણે જાણવી. ઇતિ ત્રીજો સ્થિતિ દ્વાર સમાપ્ત. ૩.
ચોથો ક્રિયા દ્વાર.
પહેલે બીજે ને ત્રીજે ગુણઠાણે ૨૪ ક્રિયા લાભે, ઈરિયાવહિયા ક્રિયા વર્જિને. ચોથે ગુ૦ ૨૩ ક્રિયા લાભે, ઇરિયાવહિયા ને મિચ્છાÉસણ વત્તિયા એ ૨ વર્જિને. પાંચમે ગુ૦ ૨૨ ક્રિયા લાભે, ઉપરની બે તથા અપચ્ચક્ખાણ વત્તિયા એ ૩ વર્જિન. છઢે ગુણઠાણે ૨૨ માંથી પારિગૃહિયા વર્જીને ૨૧ ક્રિયા લાભે. સાતમે ગુણઠાણેથી તે દશમા ગુણઠાણા સુધી ૨૧ માંથી કાઈયા આદી પાંચ અને આરંભીયા વર્ઝને ૧૫ ક્રિયા લાગે. અગ્યારમે, બારમે, તેરમે ગુણઠાણે ૧ ઇરિયાવહિયા ક્રિયા લાભે. ચઉદમે ગુણ૦ કોઈ ક્રિયા લાભે નહિ. ઇતિ ૪ થો ક્રિયા દ્વાર સમાપ્ત. ૪.
પાંચમો સત્તા દ્વાર.
પહેલા ગુણઠાણાથી તે અગ્યારમા ગુણઠાણા સુધી આઠ કર્મની સત્તા. બારમે ૭ કર્મની સત્તા, ૧ મોહનીય કર્મ વર્જિને. તેરમે, ચઉદમે ગુણ૦ ૪ કર્મની સત્તા, વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર. ૫ મો સત્તા દ્વાર સમાપ્ત. ૫.
છઠો બંધ દ્વાર.
પહેલા ગુણઠાણાથી તે સાતમા ગુણઠાણા સુધી ત્રીજું ગુણઠાણું વર્જિને ૮ કર્મ બાંધે. અને જો ૭ બાંધે તો આયુષ્ય વર્જિન. ત્રીજે, આઠમે, નવમે ગુરુ ૭ કર્મ બાંધે, આયુષ્ય વર્જિને. દશમે ગુણ૦ ૬ કર્મ બાંધે, આયુષ્ય, ને મોહનીય એ ૨ વર્જિને. અગ્યારમે, બારમે, તેરમે ગુણ૦ ૧ સાતા વેદનીય બાંધે.