________________
૨૦૬
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ સિદ્ધક્ષેત્રે જઈ સાકારોપયોગે સિદ્ધ થાય, બુદ્ધ થાય. પારંગત થાય, પરંપરાગત થાય, સકલ કાર્ય અર્થ સાધી કૃતકૃતાર્થ, નિષ્કિતા”, અતુલ સુખસાગર નિમગ્ન, સાદિ અનંત ભાંગે સિદ્ધ થાય, એ સિદ્ધ પદનો ભાવસ્મરણ ચિંતન મનન કદા કાળે મુજને હોશે ? તે ઘટિ પલ ધન્ય સફળ હોશે. અજોગી તે જોગરહિત કેવલસહિત વિચરે તેને અજોગી કેવલી ગુણઠાણું કહિયે. ઇતિ લક્ષણ ગુણદ્વાર બીજો સંપૂર્ણ
ત્રીજે સ્થિતિ દ્વાર. "પહેલા ગુણઠાણાની સ્થિતિ ૩ પ્રકારની છે. અણાદિયા અપજ્જવસિયા તે જે મિથ્યાત્વની આદિ નથી ને અંત પણ નથી તે અભવ્ય જીવના મિથ્યાત્વ આશ્રી ૧. અાદિયા સમજ્જવસિયા તે જે મિથ્યાત્વની આદિ નથી પણ અંત છે તે ભવ્ય જીવના મિથ્યાત્વ આશ્રી. ૨. સાદિયા સાવસિયા તે જે મિથ્યાત્વની આદિ પણ છે ને અંતે પણ છે, પડિવાઈ સમદષ્ટિના મિથ્યાત્વ આશ્રી. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉ૮૦ અધપુદ્ગલ પરાવર્તન દેશે ઉણી, પછી અવશ્ય સમકિત પામીને મોક્ષ જાય.૩ બીજા ગુણઠાણાની સ્થિતિ જઘ૦ ૧ સમયની ઉત૨ ૬ આવલિકાની. ત્રીજા ગુણઠાણાની સ્થિતિ જ0 ઉ૦ અંતર્મુહુર્તની, ચોથા ગુણઠાણાની સ્થિતિ જ૦ અંતર્મુહુર્તની ઉ૦ ૬૬ સાગરોપમ ઝાઝેરાની, તે ૨૨ સાગરોપમની સ્થિતિએ ૩ વાર બારમે દેવલોકે ઉપજે, ચાર પૂર્વ ક્રિોડિ અધિક મનુષ્યના ભવ આશ્રી જાણવી. પાંચમા, છઠા અને તેરમા ગુણઠાણાની સ્થિતિ જ૦ અંત૨ ઉ૦ દેશે ઉણી તે સાડા આઠ વર્ષ ઉણી પૂર્વક્રોડની. સાતમાંથી તે અગ્યારમાં ગુ0 સુધી જ0 ૧ સમય,
૦ કૃતકૃતાર્થ – સંપૂર્ણ કાર્યની સિદ્ધિ * નિષ્ઠિતાર્થ – હવે કાંઈ જ કાર્ય કરવાનું બાકી નથી.