________________
શ્રી ગુણસ્થાનદ્વારા
૨૦૫
પ્રતિબોધી નિકાલ કરીને, બીજા ત્રીજા શુકલધ્યાનના પાયાને ધ્યાઈને, ચઉદને જાય. સજોગી તે શુભ મન વચન, કાયાના જોગસહિત છે. બાહ્ય ચલોપકરણ છે. ગમનાગમનાદિક ચેશુભ સહિત છે. કેવલજ્ઞાન, કેવલદર્શન ઉપયોગ સમયાંતર અવિછિન્નપણે શુદ્ધ પ્રણયે; માટે સજોગી કેવલી ગુણઠાણું કહિયે.
ચઉદયું અજોગી કેવલી ગુણઠાણું - તેનું શું લક્ષણ ? શુકલધ્યાનનો ચોથો પાયો, સમુછિત્રક્રિયા*, અનંતર અપ્રતિપાતી, અનિવૃત્તિધ્યાતા, મનજોગ રૂંધી, વચન જોગ રૂંધી, કાયજોગ રૂંધી આન પ્રાણ* નિરોધ કરી, (૧૩ મા. ગુ. સ્થાનના છેડે આ ક્રિયા થાય છે) રૂપાતીત પરમ શુકલ ધ્યાન ધ્યાતા,. ૭ બોલ સહિત વિચરે. તેરમે ૧૦ બોલ કહ્યા તેમાંથી સજોગી, સલેશી, શુકલ લેશી, એ ત્રણ વર્જીને શેષ ૭ બોલસહિત સકલગીરિનો રાજા મેરૂ તેની પેરે અડોલ, અચલ, સ્થિર અવસ્થાને પામે, શૈલેશીપણે રહી, પંચલઘુ અક્ષર ઉચ્ચાર પ્રમાણ કાલ રહી, શેષ વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર, એ ૪ કર્મક્ષણ કરીને મુકિતપદ પામે. શરીર ઔદારિક, તેજસ, કાર્પણ સર્વથા છાંડીને સમશ્રેણિ, રૂજુગતિ, અન્ય આકાશપ્રદેશને ન અવગાહતો, અણફરસતો, એકસમય માત્રમાં ઉર્ધ્વગતિ અવિગ્રહગતિયે ત્યાં જાય એરંડબીજ બંધન મુકતવત્. નિર્લેપ તુંબીવ, કોદંડ મુક્ત બાણવત્, ઈધનવન્જિમુકત ધુમ્રવતું, ત્યાં
* સમુછિન્નક્રિયા - સર્વક્રિયા રહિત. + આન પ્રાણ – શ્વાસોશ્વાસ ૧.બાહ્ય ચલોપકરણ - સાધુનાં જે ઉપકરણ લઈ મૂકી શકાય તે વસ્ત્ર, પાત્રાદિક
૨. અનિવૃત્તિધ્યાતા - શુક્લ ધ્યાનનો ચોથો પાયો જેમાંથી પાછા ફરવાનું નથી તેવું ધ્યાન.