________________
૨૦૨
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ શુદ્ધ મૂલમાંથી નિર્જરા કરતો નવમે દશમે ગુણઠાણે થઈને બારમે ગુણઠાણે જાય. અપડિવાઈજ હોય. વર્તમાન પરિણામ પરિણમે. નિયઢિબાદરનો અર્થ તે નિવર્યો છે, બાદર કષાયથી, બાદર સંપરાય* ક્રિયાથી, શ્રેણિ કરવું, અભ્યયંતર પરિણામે, અધ્યવસાય સ્થિર કરવે, બાદર ચપલતાથી નિવર્યો છે માટે નિયટ્રિબાદર ગુણઠાણું કહિયે. તથા બીજું નામ અપૂર્વકરણ ગુણઠાણું કહિયે. જે કોઈ કાળે જીવે પૂર્વે એ શ્રેણિ કરી ન હતી અને એ ગુણઠાણે પહેલું જ કરણ તે પંડિતવીર્યનું આવરણ, ક્ષયકરણ રૂપ કરણપરિણામધારા વર્ધનરૂપ શ્રેણિ કરે તેને અપૂર્વ કરણ ગુણઠાણું કહિયે. આઠમા. ગુ. સ્થાનકના છેડે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુગંછા, એ છનો ઉપશમ કે ક્ષય કરતા કુલ મોહનીયની ૨૧ પ્રકૃતિ જાય છે.
નવમું અનિયફિબાદર ગુણઠાણું - તેનું શું લક્ષણ ? સત્તાવીશ પ્રકૃતિનો ક્ષયકરે અથવા ઉપશમાવે ૨૧ પ્રકૃતિ પૂર્વે કહી તે અને સંજ્વલનનો ક્રોધ, માન માયા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, એવું ૨૭ પ્રકૃતિને ક્ષયકરે અથવા ઉપશમાવે તે વારે ગૌતમસ્વામી હાથ જોડી માન મોડી શ્રીભગવંતને પૂછતા હવા. સ્વામિનાથ ! તે જીવને શું ગુણ નિપજ્યો ? તે વારે ભગવંતે કહ્યું તે જીવ જીવાદિક પદાર્થ તથા નોકારસી આદિ દઈને છમાસી તપ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, નિર્વિકાર અમાથી વિષય નિરવંછાપણે જાણે, સદ, પ્રરૂપે, ફરસે. તે જીવ જઘન્ય તેજ ભવે મોક્ષ જાય, ઉત્0 ત્રીજા ભવે મોક્ષ જાય. અનિયટ્રિબાદર તે સર્વથા પ્રકારે નિવર્યો નથી અંશે માત્ર હજી બાદર સંપરામક્રિયા રહી છે માટે અનિયફિનાદર ગુણઠાણું કહિયે. આઠમા નવમા
સંપરાય - કપાય