________________
શ્રી ગુણસ્થાનદ્વાર
૨૦૩
ગુણઠાણાના શબ્દાર્થ ઘણા ગંભીર છે; તે અન્ય પંચસંગ્રહાદિક ગ્રંથ તથા સિદ્ધાંતથી સમજવા.
દશમું સૂક્ષ્મ સંપરાય ગુણઠાણું - તેનું શું લક્ષણ ? ર૭. પ્રકૃતિનો ક્ષય અથવા ઉપશમ લઈને આવે અને ફકત એક સંજવલનના લોભનો ઉદય રહે છે. તે વારે ગૌતમસ્વામી હાથ જોડી, માન મોડી, શ્રીભગવંતને પૂછતા હવા. સ્વામિનાથ, તે જીવને શું ગુણ નિપજ્યો ? તે વારે ભગવંતે કહ્યું, તે જીવ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળધી, ભાવથી, જીવાદિક પદાર્થ તથા નોકારસી આદિ દઈને છમાસી તપ, નિરાભિલાષ, નિર્વછક, નિર્વેદકતાપણે, નિરાશી, અવ્યામોહ, અવિભ્રમપણે, જાણે, સદો, પ્રરૂપે, ફરસે, તે જીવ જઘન્ય તેજ ભવે મોક્ષ જાય, ઉ0 ત્રીજે ભવે મોક્ષ જાય. સૂક્ષ્મ થોડીક લગારેક પાતલીશી સંપરાય ક્રિયા રહી છે તેને સૂક્ષ્મસંપરાય ગુણઠાણું કહિયે.
અગ્યારમું ઉપશાંતમોહ ગુણઠાણું - તેનું શું લક્ષણ ? ૨૮ પ્રકૃતિને ઉપશમાવે, તે ૨૭ પ્રકૃતિ પૂર્વે કહી તે, અને સંજવલનનો લોભ ૧ એવું ૨૮ મોહનીય કર્મની પ્રકૃતિને ઉપશમાવે, સર્વથા ઢાંકે, ભસ્મ ભારી પ્રચ્છન્ન અગ્નિવ” તે વારે ગૌતમસ્વામી હાથ જેડી માન મોડી શ્રી ભગવંતને પૂછતા હવા. સ્વામિનાથ ! તે જીવને શું ગુણ નિપજ્યો ? તે વારે શ્રીભગવતે કહ્યું, તે જીવ જીવાદિક પદાર્થ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, નોકારસી આદિ દઈને છમાસી તપ વીતરાગ ભાવે યથાખ્યાત ચારિત્રપણે જાણે, સર્દહ, પ્રરૂપે, ફરસે, એવામાં જો કાળ કરે તો અનુત્તર વિમાનમાં જાય. પછી મનુષ્ય થઈ મોક્ષ જાય. અગીયારમા ગુણ. ૧. વેદ રહિતપણું, ૨. આશારહિત, ૩. જેનો મોહ નાશ પામ્યો છે, ૪, ભ્રમરહિત. * ભસ્મ ભારી પ્રચ્છન્ન અનિવ-રાખથી ઢાંકયા અગ્નિની જેમ.