________________
શ્રી ગુણસ્થાનાર
૨૦૧
ગાથા. મદ્ય*, વિષય, કસાય, નિદ્રા, વિકહા, પંચમાં ભણિયા, એએ પંચ પમાયા, જીવા પાડતિ સંસારે.
એ પાંચ પ્રમાદ છોડે તેને શું ગુણ નિપજ્યો ? તે જીવ જીવાદિ પદાર્થ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી તથા નોકારસી આદિ દઈને છમાસી તપ ધ્યાન જુગતપણે જાણે, સદહે, પ્રરૂપે, ફરસે, તે જીવ જઘન્ય તેજ ભવે મોક્ષ જાય, ઉત્કૃષ્ટો ત્રીજે ભવે મોક્ષ જાય. ગતિ તો પ્રાયઃ કલ્પાતીતની થાય. ધ્યાનને વિષે, અનુષ્ઠાનને વિષે અપ્રમત્ત ઉદ્યત થકાં રહે છે. તથા શુભ લેશ્યાપણે જ કરીને નથી પ્રમત કષાય જેને અપ્રમત્ત સંજતિ ગુણઠાણું કહિયે.
આઠમું નિયષ્ટિ બાદર ગુણઠાણું - તેનું શું લક્ષણ ? ગૌતમસ્વામી હાથ જોડી માન મોડી શ્રીભગવંતને પૂછતા હવા સ્વામીનાથ ! તે જીવને શું ગુણ નીપજ્યો ? તે વારે શ્રી ભગવંતે કહ્યું, પરિણામધારા, અપૂર્વ કરણ જે કોઈ કાળે જીવને, કોઈ દિને આવ્યું નથી, તે શ્રેણિ જુગત જીવાદિક પદાર્થ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, નોકારસી આદિ દઈ છમાસી તપ, જાણે, સદહે, પ્રરૂપે, ફરસે, તે જીવ જઘન્ય તેજ ભવે મોક્ષ જાય. ઉ૦ ત્રીજે ભવે મોક્ષ જાય અહીંથી શ્રેણિ ૨ કરે. ઉપશમશ્રેણિ, ને ક્ષપકશ્રેણિ. ઉપશમ શ્રેણિવાળો જીવ તે મોહનીય કર્મની પ્રકૃતિના દલને ઉપશમાવતો અગ્યારમાં ગુણઠાણા સુધી જાય, પડિવાઈજ થાય. હિયમાન પરિણામ પરિણમે અને ક્ષપક શ્રેણિવાળો જીવ તે મોહનીય કર્મની પ્રકૃતિના દલને ખપાવતો + મદ્ય - જેની આદત પડી જાય તેવું કેફી પીણું (ચા-કોફી-મદિરા) (જુગતપણે – સાથે, (તપ અને ધ્યાન બન્ને સાથે)