________________
૨૦૦
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ આરાધક, જૈનમાર્ગ પ્રભાવક, અરિહંતના શિષ્ય વર્ણવ્યા છે, ગીતાર્થ જાણે છે. સિદ્ધાંતની શાખ છે. શ્રાવકપણું એક ભવમાં પ્રત્યેક હજાર વાર આવે.
છઠું પ્રમત્ત ગુણઠાણું તેના શું લક્ષણ ? પૂર્વેની ૭ પ્રકૃતિ કહી તેનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ કરે અને અપ્રત્યાખ્યાની ક્રોધ માન, માયા અને લોભ તથા પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, માન, માયા અને લોભ એ આઠ પ્રકૃતિનો ઉપશમ કે ક્ષયોપશમ કરે ત્યારે છઠું પ્રમત્ત સંયતિ ગુણઠાણું પ્રાપ્ત કરે. તે વારે ગૌતમસ્વામી હાથ જોડી માન મોડી શ્રીભગવંતને પૂછતા હવા. તે જીવને શું ગુણ નીપજ્યો ? તે વારે શ્રીભગવંતે કહ્યું જે તે જીવ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, જીવાદિક નવ પદાર્થ તથા નોકારસી આદિ છમાસી તપ જાણે, સદહે, પ્રરૂપે, ફરસે. સાધુપણું એક ભવમાં ઉ. નવર્સે વાર આવે. તે જીવ જઘન્ય તેજ ભવે મોક્ષ જાય, ઉત્0 ૧૫ ભવે મોક્ષ જાય. આરાધક જીવ જઘ૦ પહેલે દેવલોક ઉપજે, ઉતુ અનુત્તર વિમાન ઉપજે, ૧૭ ભેદે સંજમ નિર્મળ પાળે. ૧૨ ભેદે તપસ્યા કરે, પણ જોગ ચપલ, કષાય ચપલ, વચન ચપલ, દૃષ્ટિમાં ચપલતાનો અંશ છે. તેણે કરીને યદ્યપિ ઉત્તમ અપ્રમાદિ થકા રહે છે તો પણ પ્રમાદ રહે છે; માટે પ્રમાદપણે કરી તથા કૃષ્ણાદિક વેશ્યા અશુભ જોગ કોઈક કાળે પ્રણિત પ્રણમે છે. માટે કષાય પ્રકૃષ્ટમાં થઈ જાય છે, તેને પ્રમત્તસંજતિ ગુણઠાણું કહિયે.
સાતમું અપ્રમત્ત સંજતિ ગુણઠાણું - તેનું લક્ષણ ? પાંચ પ્રમાદ છોડે તે વારે સાતમે ગુણઠાણે આવે. તે પાંચ પ્રમાદનાં નામ.
“પ્રકૃષ્ટમા - મજબૂત થઈ જવું.