________________
શ્રી ગુણસ્થાનકાર
૧૯૯
સમકિતના આરાધી ચતુર્વિધ સંઘની વાછલકા* પરમહર્ષ ભક્તિ કરતો થકો જઘન્ય પહેલે દેવલોક ઉપજે, ઉતૂ૦ બારમે દેવલોકે ઉપજે, પન્નવણાની શાખે. પૂર્વ કર્મને ઉદયે કરીને વ્રત પચ્ચખાણ કરી ન શકે પણ અનેક વરસની શ્રમણોપાસકની પ્રવજ્યનો પાલક કહિયે. દશાશ્રુતસ્કંધે શ્રાવક કહ્યા છે તે માટે દર્શન શ્રાવકને અવિરત સમદષ્ટિ કહિયે.
પાંચમું દેશ વિરતિ ગુણઠાણું - તેનાં શું લક્ષણ ? ૭ પ્રકૃતિ પૂર્વે કહી તેનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ કરી, અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા અને લોભ એ ૪ પ્રકૃતિનો ઉપશમ કે ક્ષયોપશમ કરે ત્યારે દેશ વિરતિ ગુણ સ્થાનકે આવે. પાંચમે ગુણઠાણે આવ્યો થકો જીવાદિક પદાર્થ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, નોકારસી આદિ દઈને છમાસી તપ જાણે, સદહે, પ્રરુપે, શક્તિ પ્રમાણે ફરસે, એક પચ્ચખાણથી માંડીને ૧૨ વ્રત ૧૧ શ્રાવકની પડિમા આદરે, યાવત્ સંલેખણા સુધી અનશન કરી આરાધે. તે વારે ગૌતમસ્વામી હાથ જોડી માન મોડી શ્રીભગવંતને પૂછતા હવા, તે જીવને શું ગુણ નીપજ્યો ? તે વારે શ્રીભગવંતે કહ્યું, જ0 ત્રીજે ભવે મોક્ષ જાય, ઉ૦ ૧૫ ભવે મોક્ષ જાય જ0 પહેલે દેવલોક ઉપજે, ઉ૦ ૧૨ મે દેવલોકે ઉપજે, તેને સાધુના વ્રતની અપેક્ષાએ દેશવિરતિ કહિયે, પણ પરિણામથી અવ્રતની ક્રિયા ઉતરી ગઈ છે, અલ્પ ઇચ્છા, અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહી, સુશીલ, સુવતી, ધર્મિષ્ટ, ધર્મવૃત્તિ, કલ્પઉગ્રવિહારી,° મહાસંવેગવિહારી”, ઉદાસી, વૈરાગ્યવંત, એકાંતઆર્ય, સમ્યગમાર્ગી, સુસાધુ, સુપાત્ર, ઉત્તમ ક્રિયાવાદી, આસ્તિક્ય,
+ વાચ્છલકા - વાત્સલ્ય પૂર્વક ઉત્સાહ ભેર ૦ શ્રાવકનાં કલ્પ (નિયમોને) યથા તથ્ય પાળવાવાળો. ૪ મોક્ષ તરફનાં મહાન વેગવાળાં