SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ . શ્રી બૃહદ્ ને શોક સંગ્રહ કહે, ગૌતમ ! તે જીવ સમક્તિ વ્યવહારપણે શુદ્ધ પ્રવર્તતો જઘન્ય ત્રીજે ભવે મોક્ષ જાય, ઉત્કૃષ્ટો પંદર ભવે મોક્ષ જાય, વેદક સમકિત એક વાર આવે, એક સમયની સ્થિતિ છે. પૂર્વે જે આયુષનો બંધ પડયો ન હોય તો ૭ બોલમાં બંધ પાડે નહિ. નરકનું આયુષ, ભવનપતિનું આયુષ, તિર્યંચનું આયુષ, વાણવ્યંતરનું આયુષ, જ્યોતિષનું આયુષ્ય, સ્ત્રીવેદ, નપુંસકવેદ, એ ૭ બોલનો આયુષનો બંધ પાડેનહિ. તે જીવ ૮ આચાર સમકિત : ઉપશમ સમકિત : ૭ પ્રકૃતિનાં પ્રદેશોદય તથા વિપાકોદયને સર્વથા ઢાંકે ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી. ક્ષયોપશમ સમક્તિઃ અનંતાનુબંધી કષાયનો વિસંયોજન રૂપી ક્ષય (સર્વથા નહીં) દર્શનત્રીકનો વિપાકોદય નહીં. પ્રદેશ ઉદયે હોય તે. સાયિક સમકિતઃ ૭ પ્રકૃતિનો સર્વથા ક્ષય. સાસ્વાદન સમકિત : અનંતાનુબંધી કષાયનો વિપાકોદય તથા દર્શનત્રીકનો ઉપશમ. વેદક સમકિતઃ શાયિકનો પ્રથમ સમય, ક્ષયોપશમનો છેલ્લો સમય. (કર્મગ્રંથ-૩) * સમક્તિનાં ૮ આચાર (ઉ. સુ. અ. ૨૮) (૧) નિશકિત- જીન પ્રવચનમાં કોઈપણ પ્રકારની શંકા ન કરવી. (૨) નિકાંક્ષિત -અસત્યમતોતથાસાંસારિક સુખોની ઈચ્છાનકરવી. (૩) નિર્વિચિકિત્સય - ધર્મનાં ફલમાં સંદેહ રહિત થવું. (૪) અમુઢ દૃષ્ટિ - ઘણાં મત મતાંતરોનો વિવાદાસ્પદ વિચારોને જોઈને દીમૂઢ ન થવું, પરંતુ પોતાની શ્રદ્ધા મજબૂત કરી રાખવી. (૫) ઉપબુહા - ગુણી પુરૂષોને જોઈને તેમની પ્રશંસા કરવી તથા પોતાનામાં એવા ગુણો આવે તેવો પ્રયત્ન કરવો. (૬) સ્થિરીકરણ -ધર્મથી વિમુખ થતાં જીવોને પાછા ધર્મમાં સ્થિર કરવા. (૭) વાત્સલ્ય - સ્વધર્મનું હિત કરવું અને સ્વધર્મીઓ પ્રત્યે પ્રેમ ચબવો અને તેમની ભોજન વિ. થી ભક્તિ કરવી. (૮) પ્રભાવના - સત્ય ધર્મની પ્રભાવના, ઉન્નતિ અને પ્રચાર કરવો.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy