________________
૧૯૦
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ક્ષાયોપશમિકર્થી શા શા પદાર્થ નીપજે તેની ગાથા તથા અર્થ.
ગાથા. દશ ઉવગિ તિદિઠિ, ચઉ ચરિત્ત, ચરિતાચરિતે ય; દાણાઈ પંચ લદ્ધિ, વરિયત્તિ પંચ ઈદિએ. ૧ દુવાલસ, અંગધરે, નવ પુવી જાવ ચઉદશ પુવિએ; ઉવસમ, ગણી પડિમાએ, ઈઈ ખઉસમ નીફશે. ૨
અર્થ - ૧૦ ઉપયોગ છદ્મસ્થના, ૧૦. ૩ દષ્ટિ, ૧૩. ૪ ચારિત્ર પહેલાં, ૧૭. શ્રાવકપણું, ૧૮. દાનાદિક પંચલબ્ધિ, ૨૩. ૩ વીર્ય, ૨૬. ૫ ઈદ્રિય, ૩૧. ૧૨ અંગનું ધરવું, ૪૩. ૯ પૂર્વનું ભણવું, યાવત્ ૧૪ પૂર્વનું ભણવું, ૪૪. ઉપશમ, ૪૫. આચાર્યની પ્રતિમા, ૪૬. એ ૪૬ બોલ લાયોપથમિકથી નીપજે. ક્ષાયોપમશિક નિષ્પન્નથી પણ તે પ્રમાણે.
પાંચમે પારિણામિક ભાવના બે ભેદ. ૧ સાદિ પારિણામિક, ૨ અનાદિ પારિણામિક. તેમાં પ્રથમ અનાદિ પારિણામિકના દશ ભેદ. ૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય, ૪ જીવાસ્તિાય, ૫ પુદ્ગલાસ્તિકાય, ૬ અઠ્ઠાકાળ, ૭ ભવ્ય, ૮ અભવ્ય, ૯ લોક, ૧૦ અલોક. એ દશ સર્વદા છે. સાદિ પરિણામિકના ભેદ છે તે ગાથા અર્થે કરીને કહિયે છીએ.
ગાથા. જુના સુરા, જુના ગુલા, જુના ધિયું, જુના તંદુલ, ચેવ; અભય, અભયરૂખા, સંદ્ધ ગંધવ નગરા. ૧ ઉક્કાવાએ દિસિદાતે, ગજીએ વિજુએ, શિગ્યાએ; જુવએ જખલિજીએ ઘુમિઝા મહીના રોઘાએ. ૨