________________
દ્વારના જીવસ્થાનક
૧૮૯
ગાથા. કસાય પેજ્જદોસ, દંસણમોહિણી જે ચરિત્તમોહસીજે; સમ્મત ચરીત્ત લદ્વી, છઉમથે વાયરાગે ય. ૧
અર્થ - કષાય ચાર, ૪. રાગ, પ. દ્વેષ, ૬. દર્શન મોહનીય, ૭. ચારિત્ર મોહનીય, ૮. એ આઠની ઉપશમતા. સમકિત તથા ઉપશમ ચારિત્રની લબ્ધિની પ્રાપ્તિ, ૯. છદ્મસ્થપણું ૧૦. યથાખ્યાત ચારિત્રપણું, ૧૧. એ અગિયાર બોલ ઉપશમથી પામે. ૧. તેમજ એ જ અગિયાર બોલ, ઉપશમ નિષ્પન્નથી પણ પામે. ૨. ઇતિ ઉપશમભાવ સંપૂર્ણ.
ત્રીજે ક્ષાયિક ભાવના બે ભેદ. ૧ ક્ષાયિક, ૨ ક્ષાયિક નિષ્પન્ન. તેમાં ક્ષાયિક તે આઠ કર્મને ખપાવે તે. ૧. ક્ષાયિક નિષ્પન્ન તે આઠ કર્મ ખપાવ્યા પછી જે જે પદાર્થ નીપજે તેને સાયિક નિષ્પન્ન કહિયે. ૨. ક્ષાયિક નિષ્પન્નના આઠ ભેદ.
૧. જ્ઞાનાવરણીય કર્મ ખપાવે ત્યારે કેવળજ્ઞાન પામે; ૨ દર્શનાવરણીય કર્મ ખપાવે ત્યારે કેવળદર્શન પામે; ૩ વેદનીય કર્મ ખપાવે ત્યારે નિરાબાધપણું પામે; ૪ મોહનીય કર્મ ખપાવે ત્યારે સાયિક સમ્યક્ત પામે; ૫ આયુષ્ય કર્મ ખપાવે ત્યારે અક્ષયપણું પામે; ૬ નામ કર્મ ખપાવે ત્યારે અરૂપીપણું પામે; ૭ ગોત્ર કર્મ ખપાવે ત્યારે અગુરુલઘુપણું પામે; ૮ અંતરાય કર્મ ખપાવે ત્યારે વીર્યપણું પામે. ઇતિ ક્ષાયિક ભાવના ભેદ સંપૂર્ણ.
ચોથે લાયોપથમિક ભાવના ભેદ. ૧ લાયોપથમિક, ૨ લાયોપથમિક નિષ્પન્ન. ક્ષાયોપથમિક તે, ઉદય આવ્યાં કર્મને ખપાવે, ને ઉદય નથી આવ્યાં તેને ઉપશમાવે તેને ક્ષાયોપથમિક કહિયે. ક્ષાયોપશમિક નિષ્પન્ન, તે ક્ષયોપશમમાંથી જે જે પદાર્થ નીપજે તેને લાયોપથમિક નિષ્પન્ન કહીયે.