________________
૧૮૮
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ
ગાથા.
ગઈ, કાય, કસાય, વેદ, લેસ્સ, મિચ્છદિઠિ, અવિરિએ; અસન્ની અનાણી આહારે, સંસારઅસિદ્ધેય.
છઉમથ્થ સોગી
અર્થ-ગતિ ચાર, ૪, કાય છ, ૧૦. કષાય ચાર. ૧૪. વેદ ત્રણ, ૧૭. લેશ્યા છ, ૨૩. મિથ્યાત્વદૃષ્ટિ એક, ૨૪. અવ્રતીપણું એક, ૨૫. અસંશીપણું એક ૨૬. અજ્ઞાન એક, ૨૭ આહારકપણું એક, ૨૮. છદ્મસ્થપણું, ૨૯. સજોગીપણું ૩૦. સંસારને વિષે રહેવાપણું ૩૧. અસિદ્ધપણું, ૩૨. એ પ્રમાણે ૩૨ બોલ જીવ ઔયિકથી પામે. એ જીવ ઔયિકના ભેદ કહ્યા. ૧.
૨ અજીવ ઔદયિકના ચૌદ ભેદ. ૧ ઔદારિક શરીર, ૨ ઔદારિક શરીર જે જે પુદ્ગલ પરિણમે. ૩ વૈક્રિય શરીર, ૪ વૈક્રિય શરીરે જે જે પુદ્ગલ પરિણમે, ૫ આહારક શરીર, ૬ આહારક શરીરે જે જે પુદ્ગલ પરિણમે, ૭ તેજસ્ શરીર, ૮ તેજસ શરીરે જે જે પુદ્ગલ પરિણમે, ૯ કાર્મગ્ર શરીર, ૧૦ કાર્મણ શરીર જે જે પુદ્ગલ પરિણમે, ૧ વર્ષ, ૧૨. ગંધ, ૧૩ રસ, ૧૪ સ્પર્શ એ અજીવ ઔદયિકના ભેદ સંપૂર્ણ. ૨. (૫ વર્ણ, ૨ ગંધ, ૨ ૨સ, ૮ સ્પર્શ લેતાં ૩૦ બોલ પણ થાય છે.)
બીજે ઔપશમિક ભાવના બે ભેદ. ૧ ઔપમિક ને ૨ ઔપશમિક નિષ્પન્ન. ઔપશમિક તે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ ઉપશમાવી છે તે. ઔપશમિક નિષ્પન્ન તે મોહનીય કર્મના ઉપશમ થકી જે જે પદાર્થ નીપજે તેને ઔપશમિક નિષ્પન્ન કહિયે.
ઉપશમથી શા શા પદાર્થ નીપજે તેની ગાથા તથા અર્થ