________________
દ્વારના જીવસ્થાનક
૧૮૭
ઉદીરણા કરે. બેની કરે તો નામ તથા ગોત્રની. તેરમે જીવસ્થાનકે બેની ઉદીરણા કરે તે નામ અને ગોત્રની. ચૌદમે ઉદીરણા ન કરે.
ઇતિ સાતમો કર્મ ઉદીરણા દ્વાર સંપૂર્ણ આઠમો કર્મના ઉદયનો દ્વાર, ને નવમો કર્મની નિર્જરાનો દ્વારા
પહેલેથી માંડીને નિરંતર દશમા જીવસ્થાનક સુધી, આઠ કર્મનો ઉદય ને આઠ કર્મની નિર્જરા. અગિયારમે, બારમે જીવસ્થાનકે, મોહનીય વજીને સાતનો ઉદય ને સાતની નિર્જરા. તેરમે, ચૌદમે જીવસ્થાનકે, ચાર કર્મનો ઉદય ને ચાર કર્મની નિર્જરા, તે ૧ વેદનીય, ૨ આયુષ્ય, ૩ નામ, ૪ ગોત્ર, એ ચાર.
ઇતિ ઉદય નિર્જરા દ્વારા સંપૂર્ણ.
દશમો છ ભાવનો દ્વાર. (અનુયોગ દ્વાર) છ ભાવનાં નામ. ૧ ઔદયિક, ૨ ઔપથમિક, ૩ ક્ષાયિક ૪ ક્ષયોપથમિક, ૫ પારિણામિક ૬ સાન્નિપાતિક.
છ ભાવના ભેદ. ૧ ઔદયિક ભાવના બે ભેદ. ૧ જીવ ઔદયિક, ૨ અજીવ ઔદયિક.
૧. જીવ ઔદયિકના બે ભેદ. ૧ ઔદયિક, ૨ ઔદયિક નિષ્પન્ન. ૧ તેમાં આઠ કર્મનો ઉદય છે, તેને ઔદયિક કહિયે, અને ૨ આઠ કર્મના ઉદય થકી જે જે પદાર્થ નીપજે તેને ઔદયકિ નિષ્પન્ન કહિયે. તે આઠ કર્મના ઉદય થકી શા શા પદાર્થ નીપજે તે ગાથા અર્થે કરીને બત્રીશ બોલ જેમ છે તેમ કહિયે છીએ.