________________
૧૮૬
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
પાંચમો કર્મની સત્તાનો દ્વાર.
પહેલેથી માંડીને નિરંતર ૧૧ મા જીવસ્થાનક પર્યંત્ આઠે કર્મની સત્તા, બારમે જીવસ્થાનકે સાત કર્મની સત્તા, મોહનીય ન હોય. તેરમે ને ચૌદમે જીવસ્થાનકે ચાર કર્મની સત્તા તે ૧ વેદનીય કર્મ, ૨ આયુષ્ય કર્મ, ૩ નામ કર્મ, ૪ ગોત્ર કર્મ.
ઇતિ પાંચમો કર્મની સત્તાનો દ્વાર સંપૂર્ણ. છઠ્ઠો કર્મના બંધનો દ્વાર.
પહેલે તથા બીજે જીવસ્થાનકે સાત તથા આઠ કર્મ બાંધે, સાત બાંધે તો આયુષ્ય કર્મ વર્જીને સાત કર્મ બાંધે ચોથાથી સાતમા જીવસ્થાનક સુધી સાત તથા આઠ કર્મ બાંધે. સાત બાંધે તો આયુષ્ય કર્મ વર્જીને, ત્રીજા. આઠમા, નવમા જીવસ્થાનકે સાત કર્મ બાંધે, તે આયુષ્ય કર્મ વર્જીને. દશમે જીવસ્થાનકે છ કર્મ બાંધે તે આયુષ્ય ને મોહનીય એ બે કર્મ વર્જીને, અગિયારમે બારમે તેરમે જીવસ્થાનકે એક જ શાતાવેદનીય કર્મ બાંધે, ચૌદમે જીવસ્થાનકે એક પણ કર્મ ન બાંધે. ઇતિ કર્મના બંધનો છઠ્ઠો દ્વાર સંપૂર્ણ. સાતમો કર્મની ઉદીરણાનો દ્વાર.
ન
પહેલે, બીજે, ચોથે, પાંચમે, અને છઠઠે જીવસ્થાનકે છ અથવા સાત અથવા આઠ કર્મની ઉદીરણા કરે. સાતની કરે તો આયુષ્ય વર્જીને છની કરે તો આયુષ્ય અને વેદનીય વર્જીને. ત્રીજે જીવ સ્થાનકે આઠ કર્મની ઉદીરણા કરે. સાતમે, આઠમે અને નવમે જીવ સ્થાનકે છ કર્મની ઉદીરણા કરે તે આયુષ્ય અને વેદનીય વર્જીને. દશમે છ અથવા પાંચ કર્મની ઉદીરણા કરે. છની કરે તો આયુષ્ય અને વેદનીય એ બે વર્જીને અને પાંચની કરે તો આયુષ્ય અને વેદનીય અને મોહનીય એ ત્રણ વર્જીને. અગીયારમે જીવ સ્થાનકે પાંચની ઉદીરણા કરે. બારમે પાંચ અથવા બેની