________________
દ્વારના જીવસ્થાનક
૧૮૫
ઉપશમ અથવા ક્ષય. અગિયારનો ક્ષયોપશમ તે અપ્રત્યાખ્યાની ચાર, પ્રત્યાખ્યાની ચાર, ૮, ૯ સંજ્વલનો ક્રોધ , ૧૦ માન, ૧૧ માયા એ અગિયારનો ક્ષયોપશમ. નવમાના અંતે એકનો ઉદય તે સંજ્વલનનો લોભ, એ એકનો ઉદય ૧૧ ના ક્ષયોપશમ માટે ૨૩ સંપરાય ક્રિયા ન લાગે, એકના ઉદય માટે એક માયાવત્તિયા ક્રિયા લાગે. (પાંચ ક્રિયા માંથી)
દશમે જીવસ્થાનકે, મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ માંહેની ૨૭ નો ઉપશમ અથવા ક્ષય એક થોડા સંજ્વલનના લોભનો ઉદય. ૨૭ ના ઉપશમ અથવા ક્ષયે કરી ૨૩ સપરાય ક્રિયા ન લાગે, એક સંજ્વલનના લોભને ઉદયે કરી, એક માયાવત્તિયા ક્રિયા લાગે. ૧૦. (પાંચ ક્રિયા માંથી)
અગિયારમે જીવસ્થાનકે, મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ તે સર્વે ઉપશમાવી છે, તેણે કરીને ૨૪ સંપરાય ક્રિયા ન લાગે, પણ સાત કર્મનો ઉદય છે, તેણે કરીને એક ઇર્યાપથિકી (ઇરિયાવહિયા) ક્રિયા લાગે. ૧૧.
બારમે જીવસ્થાનકે, મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ છે, તે સર્વે ખપાવી છે, માટે ૨૪ સંપરાય ક્રિયા ન લાગે, પણ સાત કર્મનો ઉદય છે, તેણે કરીને એક ઈર્યાપથિકા ક્રિયા લાગે. ૧૨.
તેરમે જીવસ્થાનકે, ચાર ઘાતીયા કર્મ ખપાવ્યાં છે, તેણે કરીને ૨૪ સંપરાય ક્રિયા ન લાગે, ચાર અઘાતિયા કર્મના ઉદયે કરીને એક ઈર્યાપથિકી ક્રિયા લાગે. ૧૩.
ચૌદમે જીવસ્થાનકે, ચાર ઘાતીયા કર્મ ખપાવ્યાં છે. ચારનો ઉદય તેમાં, પણ વેદનીય કર્મનું બળ હતું. તે ભાંગ્યું તે ભણી ત્યાં એક પણ ક્રિયા ન લાગે. ઇતિ ચોથો ક્રિયાદ્વાર સંપૂર્ણ.