________________
૧૮૪
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ નો ક્ષયોપશમ. તેરનો ઉદય, તે ઉપર કહ્યા તે ૧૫ વર્ષી, શેષ ૧૩ નો ઉદય; ૧૫ ના ક્ષયોપશમ માટે ત્રણ સં૫રાય ક્રિયા ન લાગે; તેરના ઉદયે કરીને, ૨૨ માંથી પરિગ્રહિક વર્જીને ૨૧ ક્રિયા લાગે. છ જીવસ્થાનકે આરંભ નહિ કરે, પણ વૃતના કુંભવત.
સાતમે જીવસ્થાનકે, મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ માંહેની ૧૫ નો ક્ષયોપશમ, ૧૩ નો ઉદય. ઉપર કહ્યા તે ૧૫ ક્ષયોપશમ માટે નવ સંપરાય ક્રિયા ન લાગે; ૧૩ ઉદય માટે, ૨૧ માંની કાયિકી આદિ પાંચ તથા આરંભીયા વર્જીને ૧૫ લાગે. તે ૭ માંથી ૧૦ માં જીવસ્થાનક સુધી જાણવું.
આઠમે જીવસ્થાનકે, મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ માટેની સાતનો ઉપશમ અથવા ક્ષય ૮નો ક્ષયોપશમ, તેરનો ઉદય, સાતનો ઉપશમ અથવા ક્ષય થાય તે ૧ અનંતાનુબંધી ક્રોધ, ૨ માન, ૩ માયા, ૪ લોભ, ૫ સમકિત મોહનીય, ૬ મિથ્યાત્વ મોહનીય, ૭ સમમિથ્યાત્વ મોહનીય, એ સાતનો ઉપશમ અથવા ક્ષય. ૮ નો ક્ષયોપશમ તે, અપ્રત્યાખ્યાની ચાર, પ્રત્યાખ્યાની ચાર એવં આઠ, એ આઠનો ક્ષયોપશમ, ૧૩ ઉદય તે, નોકષાયના નવ, સંજ્વલનનો ક્રોધ, માન, માયા, અને લોભ એ તેરનો ઉદય. આઠના ક્ષયોપશમ માટે તેવીશ સંપરાય ક્રિયા ન લાગે. તેર ઉદય માટે એક માયાવત્તિયા ક્રિયા લાગે. ૮ (પાંચ ક્રીયા માંથી).
નવમે જીવસ્થાનકે, મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ માંહેની ૧૬ નો ઉપશમ અથવા ક્ષય, ૧૧ નો ક્ષયોપશમ, એક નો ઉદય. તેમાં સોળનો ઉપશમ અથવા ક્ષય, તે અનંતાનુબંધીના ચાર, ૫ સમકિત મોહનીય, ૬ મિથ્યાત્વ મોહનીય, ૭ સમમિથ્યાત્વ મોહનીય, ને ત્રણ વેદ તથા હાસ્યઆદી એ ૬ નો