________________
દ્વારના જીવસ્થાનક
૧૮૩
છે, તેમાં બેનું ખરું, ને બેનો વાદ. બેનું ખરું તે ૧ સમક્તિ મોહનીય, ૨ મિથ્યાત્વ મોહનીય, એ બેનું ખરું બેનો વાદ તે ૧ અજ્ઞાનવાદી, ૨ વિનયવાદી, એ બેનો વાદ; તેણે કરીને ૨૪ સંપરાય ક્રિયા લાગે. ૩.
ચોથે અવ્રતી સમદષ્ટિ જીવસ્થાનકે, મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ માંહેની સાતનો ક્ષયોપશમ, એકવીશનો ઉદય, સાતનો લયોપશમ, તે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, સમક્તિ મોહનીય ૫, મિથ્યાત્વ મોહનીય ૬, સમમિથ્યાત્વ મોહનીય ૭, એ સાતનો ક્ષયોપશમ. ૨૧ નો ઉદય તે, ઉપર જે સાત બોલ કહ્યા તે વર્યા; સાતના ક્ષયોપશમ માટે, એક મિથ્યાદર્શનવરિયા ક્રિયા ન લાગે; એકવીશના ઉદય માટે, તેવીશ સંપરાય ક્રિયા લાગે. ૪.
પાંચમે દેશવ્રતી જીવસ્થાનકે, મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ માંહેની ૧૧ નો ક્ષયોપશમ, ૧૭ નો ઉદય. અગિયારનો ક્ષયોપશમ તે ૧ અનંતાનુબંધી ક્રોધ ૨ માન, ૩ માયા, ૪ લોભ, ૫ સમતિ મોહનીય, ૬ મિથ્યાત્વ મોહનીય, ૭ સમમિથ્યાત્વ મોહનીય, ૮ અપ્રત્યાખ્યાની ક્રોધ, ૯ માન, ૧૦ માયા, ૧૧ લોભ, એ અગિયારનો ક્ષયોપશમ. સત્તરનો ઉદય, તે જે ઉપર અગિયાર બોલ કહ્યા તે વર્યા, શેષ સત્તરનો ઉદય; ૧૧ ના ક્ષયોપશમ માટે મિથ્યાત્વદર્શનવત્તિયા ક્રિયા, અપ્રત્યાખ્યાન ક્રિયા, એ બે ક્રિયા ન લાગે; સત્તરના ઉદય માટે ૨૨ સંપરાય ક્રિયા લાગે છે.
છઠે પ્રમત્ત સંયતિ જીવસ્થાનકે, મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ, માંહેની ૧૫ નો ક્ષયોપશમ, તેરનો ઉદય, ૧૫નો ક્ષયોપશમ તે, ૧ અનંતાનુબંધી ક્રોધ, ૨ માન, ૩ માયા, ૪ લોભ, ૫ સમક્તિ મોહનીય, ૬ મિથ્યાત્વ મોહનીય, ૭ સમમિથ્યાત્વ મોહનીય, ૮ અપ્રત્યાખ્યાની ક્રોધ, ૯ માન, ૧૦ માયા, ૧૧ લોભ, ૧૨ પ્રત્યાખ્યાની ક્રોધ, ૧૩ માન, ૧૪ માયા, ૧૫ લોભ, એ ૧૫