________________
૧૮૨
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
ચોથો ક્રિયાદ્વાર.
ક્રિયા પચીશ છે, તે ૧ કાઈયા ક્રિયા ઇત્યાદિક પચીશ ક્રિયા પ્રથમ લખી છે, તેમાંની ક્રિયા જે જે જીવસ્થાનકે જેટલી જે જે કારણે કરીને લાગે તેનો વિસ્તાર. કર્મ આઠ છે, તેમાં એક ચોથું મોહનીય કર્મ સરદાર છે. તે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ છે.
તે ૨૮ પ્રકૃતિનો વિસ્તાર કર્મપ્રકૃતિના થોકડા મધ્યે લખેલ છે. તે મોહનીય કર્મની પ્રકૃતિની સત્તા, ઉદય, ક્ષયોપશમ, ક્ષયને લીધે જે જે ક્રિયા લાગે, અને જે જે ક્રિયા ન લાગે તે કહિયે છીએ.
પહેલે મિથ્યાત્વ જીવસ્થાનકે, જે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ છે, તેમાંથી અભવ્યને છવીશ પ્રકૃતિની સત્તા છે, તે ૧ સમકિત મોહનીય, ૨ સમમિથ્યાત્વ મોહનીય, એ બે વર્જીને, કેટલાએક ભવ્ય જીવને ૨૮ પ્રકૃતિનો ઉદય છે, તેમાં મિથ્યાત્વનું બળ વિશેષ છે, તેમાં બેનું ખરૂં, ને ત્રણનો વાદ બેનું ખરૂં તે, ૧ સમકિત મોહનીય, ૨ સમમિથ્યાત્વ મોહનીય, એ બેનું ખરૂં. ત્રણનો વાદ તે, ૧ અક્રિયાવાદી, ૨ અજ્ઞાનવાદી, ૩ વિનયવાદી એ ત્રણનો વાદ; તેણે કરીને ચોવીશ સંપરાયક્રિયા લાગે. ૧.
બીજે જીવસ્થાનકે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિમાંની અઠાવીશનો ઉદય છે, તેમાં સાસ્વાદનનું બળ વિશેષ છે, તેમાં બેનું ખરૂં ને બેનો વાદ. ખરૂં તે ૧ મિથ્યાત્વ મોહનીય ૨ સમમિથ્યાત્વ મોહનીય, એ બેનું ખરૂં ને બેનો વાદ તે ૧. અક્રિયાવાદી, ૨. અજ્ઞાનવાદી એ બેનો વાદ, તેણે કરીને ત્રેવીશ સંપરાય ક્રિયા લાગે. ૨.
ત્રીજે સમમિથ્યાત્વ દૃષ્ટિ જીવસ્થાનકે, મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ માંહેની ૨૮ નો ઉદય. તેમાં સમ મિથ્યાત્વનું બળ વિશેષ