________________
દ્વારના જીવસ્થાનક
૧૯૧
ચંદોવરાગા, સરોવરાગા, ચંદીપડિસા સુરોપડિવેસા; પડિચંદાપડિસુરા, ઈદધણુઉદગ, મછા, કવિહંસા અમોહે. ૩ વાસા, વાસહરાચેવ, ગામ ઘર સગરા, પલ પાયાલ ભવણા અ, નિરઆ પાસાએ. ૪ પુઢવિસત્ત કપ્પોબાર, ગેવિજય અણુત્તર સિદ્ધિ; પમ્માણ પોગ્ગલદોપએસી, જાવ અસંત પએસી ખંધે. ૫
અર્થ - જુનો દારૂ, જુનો ગોળ, જુનું વૃત (ઘી), જુના ચોખા, વાદળાં, વાદળાંની રેખા સંધ્યાનો વર્ણ, ગંધર્વનાં ચિહન, નગરનાં ચિહન. (૧) ઉલ્કાપાત, ૨ દિશિદાહ, ૩ ગર્જના, ૪ વિજળી, ૫ નિર્ધાત, (કાટકો) ૬ શુક્લપક્ષનો બાલોચંદ્રમાં, ૭ આકાશે જક્ષનાં ચિહ્ન, ૮ ધૂયર કાલી, ૯ ધૂયર ઉજળી, ૧૦ રજાઘાત, (૨) ચંદ્રમાનું ગ્રહણ, સૂર્યનું ગ્રહણ, ચંદ્રમાં જળકુંડે, સૂર્ય જળકુંડે, એકી -વખતે બે ચંદ્ર, બે સૂર્ય દેખાય, ઈદ્ર ધનુષ્ય પાણીભર્યા વાદળા. મચ્છનાં ચિહ વાંદરાનાં ચિન્હ, હંસનાં ચિન્હ, બાણનાં ચિત, (૩) ક્ષેત્ર વર્ષઘર પર્વત, ગ્રામ, ઘર, નગર, પ્રાસાદ (મહેલ), પાતાલ કલશા, ભવનપતિનાં ભવન, નરકાવાસા. (૪) સાત પૃથ્વી, કલ્પ (દવલોક) બાર, નવ રૈવેયક, અનુત્તર વિમાન પાંચ, સિદ્ધશિલા, પરમાણુ પુદ્ગલ, બે પ્રદેશી અંધ યાવતુ અનંતપ્રદેશી સ્કંધ (૫) એ બોલ કહ્યા તેમાં પુલ જાય તથા આવે, ગળે તથા મળે, તેને સાદિ પારિણામિક કિહયે.
છકે સાત્રિપાતિક ભાવ, તેના ૨૬ ભાંગા છે, બે સંયોગી દશ, ત્રણ સંયોગી દશ, ચાર સંયોગી પાંચ, પાંચ સંયોગી એક, એમ છવીશ છે. તે યંત્રે કરીને કહીએ છીએ.