________________
૧૮૦
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૧૩ સયોગી કેવળી જીવસ્થાનકનું લક્ષણ, જે મન, વચન, કાયાના શુભ યોગ સહિત, કેવળજ્ઞાન, કેવળદર્શન, પણે પ્રવર્તે, તેને સયોગી કેવળી જીવસ્થાનક કહિયે.
૧૪ ચૌદમું અયોગી કેવળી જીવસ્થાનકનું લક્ષણ, જે શરીર સહિત, મન, વચન, કાયાના યોગ રૂંધીને કેવળજ્ઞાન, કેવળદર્શનપણે પ્રવર્તે તેને અયોગી કેવળી જીવસ્થાનક કહિયે.
ઇતિ બીજો લક્ષણ દ્વારા સંપૂર્ણ
ત્રીજે સ્થિતિ દ્વારા પહેલા મિથ્યાત્વ જીવસ્થાનની સ્થિતિ, ત્રણ પ્રકારની.
૧. અનાદિ અપર્યવસિત, તે મિથ્યાત્વની આદિ નથી અને અંત(ડો) પણ નથી, તે અભવ્ય જીવોનું મિથ્યાત્વ જાણવું.
૨. અનાદિ સપર્યવસિત, તે મિથ્યાત્વની આદિ નથી, પણ અંત છેડો) છે, તે ભવ્ય જીવોનું મિથ્યાત્વ જાણવું.
૩. સાદિ સપર્યવસિત, તે મિથ્યાત્વની આદિ છે અને અંત પણ છે. અનાદિકાળનું જીવને મિથ્યાત્વ હતું તે ભવ્ય જીવ કોઈક વારે સમકિત પામ્યો તેમાંથી સંસાર પરિભ્રમણ યોગ કર્મને વિશેષ કરી, સમકિતથી પડયો ને મિથ્યાત્વ પામ્યો. તે ભવ્ય જીવ સમદષ્ટિ પડિવાઈ આશ્રી જાણવું. તે મિથ્યાત્વની સ્થિતિ, જઘન્ય, અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં દેશ ન્યૂન. તે જીવ, નિશ્ચયથી સમકિત પામી મોક્ષ જાય.
મિથ્યાત્વ જીવસ્થાનકની સ્થિતિ કહી, તેની શાખ, સૂત્ર જીવાભિગમ ૯મી પ્રતિપત્તિને અધિકારે.