________________
દ્વારના જીવસ્થાનક
૧૭૯
પ્રત્યાખ્યાન, ઉત્કૃષ્ટ ૧૧ શ્રાવકની પ્રતિમા આદરે તેને દેશવ્રતી જીવસ્થાનક કહિએ.
૬ પ્રમત્તસંયતિ જીવસ્થાનકનું લક્ષણ, જે સમકિતસહિત સર્વ વ્રત આદરે, પ્રમતનો અર્થ જે (અપ્રમત્ત જીવસ્થાનકે સંજ્વલનના ચાર કષાય છે તે થકી) પ્ર કહેતાં વિશેષ, મત્ત કહેતા માતો છે. સંજ્વલનનો ક્રોધ, માન, માયા, લોભ તેને પ્રમત સંયતિ જીવસ્થાનક કહિયે, પણ પ્રમાદી ન કહિયે.
૭ સાતમા અપ્રમત સંયતિ જીવસ્થાનકનું લક્ષણ, જે આ કહેતાં નથી. પ્ર કહેતા વિશેષ, મત્ત કહેતાં માતો, સંજ્વલનનો ક્રોધ, માન, માયા, લોભ એટલે છઠ્ઠાથી કાંઈક પાતળો છે, તેને અપ્રમત્ત સંયતિ જીવસ્થાનક કહિયે.
૮ આઠમા નિવર્તિ બાદર જીવસ્થાનકનું લક્ષણ, જે નિવર્તિ કહેતાં નિવર્યો છે, સંજ્વલનના ક્રોધ અને માનથકી તેને નિવર્તિ બાદર જીવસ્થાનક કહિયે.
- ૯ નવમું અનિવર્તિ બાદર જીવસ્થાનકનું લક્ષણ, અનિવર્તિ કહેતાં, નથી નિવર્યો, સંજ્વલનના લોભ થકી તેને અનિવર્તિ બાદર જીવસ્થાનક કહિયે.
૧૦ દશમું સૂક્ષ્મ સંપરાય જીવસ્થાનકનું લક્ષણ, જે થોડોક સંજ્વલનના લોભનો ઉદય છે, તેને સૂક્ષ્મસંપરાય જીવસ્થાનક કહિયે.
૧૧ અગિયારમું ઉપશાંત મોહનીય જીવસ્થાનકનું લક્ષણ, જે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ ઉપશમાવી છે તેને ઉપશાંત મોહનીય જીવસ્થાનક કહિયે.
૧૨ બારમું ક્ષીણ મોહનીય જીવસ્થાનકનું લક્ષણ, જે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ ક્ષય કરી છે તેને ક્ષીણ મોહનીય જીવસ્થાનક કહિયે.