________________
છ આરાના ભાવ
૧૭૧ - પાંચમો આરોપ ચોથો આરો ઉતરીને પાંચમો આરો બેઠો, ત્યારે વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યવ અનંત અનંત ઓછા થયા. એ આરો એકવીશ હજાર વર્ષનો જાણવો. એ આરો દુઃષમ નામે જાણવો, એટલે એકલી તદ્દન વિષમતા જાણવી. એ આરાને વિષે સાત હાથનું શરીર અને બસો વર્ષમાં ઊણું આયુષ્ય જાણવું. ઉતરતે આરે એક હાથનું શરીર ને વશ વર્ષનું આયુષ્ય જાણવું. એ આરાને વિષે સંહનન છ; સંસ્થાન છે; ઉતરતે આરે સેવાર્ત સંહનન, હુંડ સંસ્થાન, એ આરાને વિષે ૧૬ પાંસળીયો, ઉતરતે આરે આઠ પાંસળીયો જાણવી. એ આરાને વિષે દિન દિન પ્રત્યે આહારની ઇચ્છા ઉપજે, તે વારે પોતપોતાના શરીર પ્રમાણે આહાર કરે. જમીનની સરસાઈ (રસ) થોડી એટલે કાંઈક સારી જાણવી, ઉતરતે આરે કુંભારના નીંભાડાની છાર સરખી જાણવી. એ આરાને વિષે ગતિ ચાર જાણવી. (પાંચમી મોક્ષ ગતિએ ન જાય.) પાંચમા આરાના લક્ષણના ૩૨ બોલ નીચે પ્રમાણે :
૧. નગર, તે ગામડાં સરખાં થશે. ૨. ગામડાં તે, મસાણ સરખાં થશે.
૩. ભલા (ઉંચા) કુળના છોરૂ, તે દાસ, દાસી સરખા (નીચા કુળના) થશે.
૪. પ્રધાનો લાલચી થશે. ૫. રાજાઓ યમદંડ સરખા થશે. ૬. સારા કુળની સ્ત્રી તે લજ્જા રહિત થશે. ૭. સારા કુળની સ્ત્રી તે વેશ્યા સરખી થશે. ૮. પુત્ર પોતાના છંદે (મરજી મુજબ, સ્વતંત્ર) ચાલશે.