________________
૧૭૨
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૯. શિષ્ય ગુરૂના અપવાદ બોલશે. ૧૦. દુર્જન લોક સુખી થશે. ૧૧ સજ્જન લોક દુઃખી થશે. ૧૨. દુર્મિક્ષ દુકાળ ઘણા પડશે. ૧૩. ઉંદર, સર્પાદિની ઘટ ઘણી થશે. ૧૪. બ્રાહ્મણો અર્થના લોભી થશે. ૧૫. હિંસાએ ધર્મ પ્રવર્તાવનાર ઘણા થશે. ૧૬. એક ધર્મના ઘણા ભેદ થશે. ૧૭. મિથ્યાત્વી દેવા ઘણા થશે. ૧૮. મિથ્યાત્વી લોક ઘણા થશે. ૧૯. માણસને દેવદર્શન દુર્લભ થશે. ૨૦. વિદ્યાધરના વિદ્યાપ્રભાવ થોડા રહેશે. ૨૧ ગોરસ (દૂધ, દહીં, ઘી) માં સરસાઈ થોડી રહેશે. ૨૨ બળદ પ્રમુખનાં બળ, આયુષ્ય થોડાં રહેશે.
૨૩ સાધુ, સાધ્વીને માસ કહ્યું તથા ચોમાસું કર્યા જેવાં ત્ર થોડાં રહેશે.
૨૪ શ્રાવક ની અગિયાર પ્રતિમા તથા સાધુની બાર પ્રતિમા વિચ્છેદ જશે. (આ ૧૧ પ્રતિમાનો વિચ્છેદ કોઈ માનતા નથી)
૨૫ ગુરૂ શિષ્યને ભણાવશે નહિ. ૨૬ શિષ્ય અવિનીત, કલેશી ઘણા થશે. ૨૭ અધર્મી, કલેશી, ઝગડાખોર, કુમાણસ ઘણા થશે, ને