________________
૧૭૦
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ વર્ષનું આયુષ્ય ભોગવીને, ચોથા આરાના શેષ જતાં ત્રણ વર્ષ ને સાડાઆઠ મહિના બાકી રહ્યા, ત્યારે આસોવદ અમાસને દિને. (આગમીક ભાષામાં કાર્તિકવદી અમાસ) પાવાપુરી નગરીને વિષે, એકાએકપણે સ્વામી નિર્વાણ (મોક્ષ) પધાર્યા. તે ભગવંતના પાંચ કલ્યાણીક ઉત્તરા ફાલ્યુની નક્ષત્રમાં થયા; તે ૧ પહેલે કલ્યાણીકે, ઉત્તરા ફાલ્યુની નક્ષત્રમાં દશમા પ્રાણત દેવલોકથી ચવીને દેવાનંદાની કુક્ષીએ ઉપન્યા; ૨ બીજે કલ્યાણીકે, ગર્ભનું સાહરણ થયું; ૩ ત્રીજે કલ્યાણીકે, જન્મ થયો; ૪ ચોથે કલ્યાણીકે, દીક્ષા લીધી; ૫ પાંચમે કલ્યાણીકે, કેવળજ્ઞાન પામ્યા. સ્વાતિ નક્ષત્રમાં ભગવંત મોક્ષ નિર્વાણ પધાર્યા, એ આરાને વિષે ગતિ પાંચ જાણવી. શ્રી મહાવીર દેવ નિર્વાણ પધાર્યા, તેજ વખતે શ્રી ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન ઉપન્યું, તે ગૌતમ સ્વામી ૧૨ વર્ષ કેવળ પ્રવજ્ય પાળી મોક્ષ પધાર્યા, તેજ વખતે શ્રી સુધર્મા સ્વામીને કેવળજ્ઞાન ઉપન્યું, તે સુધર્મા સ્વામી આઠ વર્ષ કેવળ પ્રવજ્ય પાળી મોક્ષ પધાર્યા, તેજ વખતે શ્રી જેબૂસ્વામીને કેવળજ્ઞાન ઉપન્યું, તે બૂસ્વામી ૪૪ વર્ષ લગી કેવળ પ્રવજ્ય પાળીને મોક્ષ પધાર્યા, એવું સર્વ થઈને શ્રી મહાવીર દેવને મોક્ષ પધાર્યા પછી ૬૪ વર્ષ લગી કેવળજ્ઞાન રહ્યું, પછી વિચ્છેદ ગયું, (નષ્ટ થયું.) એ આરાને વિષે જન્મેલ હોય, તે પાંચમા આરામાં મોક્ષ જાય, પરંતુ પાંચમા આરાનો જન્મેલ હોય, તે પાંચમા આરામાં મોક્ષ જાય નહિ. જંબૂસ્વામીજી મોક્ષ પધાર્યા પછી દશ બોલ વિચ્છેદ ગયા તે આ પ્રમાણે :- ૧ પરમ અવધિજ્ઞાન, ૨ મનઃ પર્યવજ્ઞાન; ૩ કેવળજ્ઞાન, ૪ પરિહાર વિશુદ્ધ ચારિત્ર ૫ સૂક્ષ્મ સંપરાય ચારિત્ર, ૬ યથાખ્યાત ચારિત્ર, ૭ પુલાકલબ્ધિ, ૮ ક્ષપક – ઉપશમ શ્રેણી, ૯ આહારક શરીર, ૧૦ જનકલ્પી સાધુ, એ દશ બોલ વિચ્છેદ ગયા (નષ્ટ થયા.) ઇતિ ચોથા આરાના ભાવ સંપૂર્ણ