________________
૧૬૯
છ આરાના ભાવ હું તમારો ગર્ભ સાહરું છું. તે વખતે દેવાનંદ બ્રાહ્મણીને અવસ્થાપિની નિદ્રા મુકીને ગર્ભ સાહર્યો, તે લઈ ક્ષત્રિયકુંડ નગરને વિષે, સિદ્ધાર્થ રાજાને ઘેર, ત્રિશલાદેવી રાણીની કુક્ષીમાં મૂકયો, અને ત્રિશલાદેવી રાણીની કુક્ષીમાં જે પુત્રીનો ગર્ભ હતો, તે દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં મુક્યો. પછી સર્વ થઈ સવાનવ માસે ભગવંતનો જન્મ થયો. પછી દિવસે દિવસે વધવા લાગ્યા. અનુક્રમે યૌવનાવસ્થા પામ્યા, ત્યારે યશોદા નામે સ્ત્રી પરણ્યા. સાંસારિક સુખ ભોગવતાં એક પુત્રી થઈ, તેનું નામ પ્રિયદર્શના પાડયું. ત્રીશ વર્ષ સંસારમાં રહ્યા. માતાપિતા મરણ પામ્યા પછી, એકાએકપણે સંયમ લીધો. સંયમ લઈને સાડાબાર વર્ષ ને એક પખવાડીયા લગી સખત તપ, જપ, ધ્યાન ધરીને ભગવંતને ઉનાળાનો બીજો માસ, ચોથો પક્ષ, તે વૈશાખ સુદી દશમ, તે સુવર્ત નામા દિવસે, વિજય નામા મુહૂર્ત, ઉત્તરા ફાલ્યુની નક્ષત્રે, ચંદ્ર શુભ આબે, પૂર્વ દિશે જતાં છાયાએ વીચંતા નામા પાછલી પોરસીએ, જૈભિયા નગરની બહાર, જુવાલિકા નદીને ઉત્તર દિશાને તટે સામાધિક ગાથાપતિ કુષ્ણીના ક્ષેત્રને વિષ વૈયાવૃત્યી યક્ષના સ્થાનકના ઇશાન ખુણે, ત્યાં શાલવૃક્ષની નજીક, ઉકડ અને ગોધુમ આસને તડકાની આતાપના લેતાં થકાં, એવે શુભ પ્રકારે પાણી પીવા રહિત, ચઉવિહારો છઠ્ઠભક્ત કરે, શ્રી મહાવીર ઉંચા ઢીંચણ, નીચું મસ્તક, એવી રીતે ધર્મધ્યાનમાંહી પ્રવર્તતાં ધ્યાનરૂપ કોઠાને વિષે પહોંચ્યા છતે, શુકલ ધ્યાનના ચાર ભેદ છે તેણે અંતરાલે (વચ્ચે) વર્તતાં થકાં આઠ કર્મ મધ્યે, ૧ જ્ઞાનાવરણીય, ૨ દર્શનાવરણીય, ૩ મોહનીય, ૪ અંતરાય, એ ચાર ઘનઘાતી કર્મ અરિ કહેતાં શત્રુ સમાન, વૈરી સમાન, ઝોટિંગ સમાન તેને હણી, ક્ષય કરી, દૂર કરીને મહા પ્રકાશ કરે, એવું કેવલજ્ઞાન કેવલદર્શન પ્રાપ્ત કર્યું ઓગણત્રીસ વર્ષ ને સાડાપાંચ મહિના સુધી. કેવળજ્ઞાનપણે વિચર્યા. એવે સર્વ થઈને બહોતેર