________________
૧૬૬
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
.
પ્રસવે, તે જોડાની પ્રતિપાલના ચોસઠ દિવસ કરે. જુગલ જુગલાણીને ક્ષણ માત્રનો વિયોગ ન પડે. તેમને છીંક, બગાસું કે ઓડકાર આવે ત્યારે તે મરીને દેવગિતમાં જાય. ગંતિ એક દેવની જાણવી. એ આંરાને વિષે ઝેર. નહિ, વેર નહિ, ઇર્ષ્યા નહિ, જરા (ઘડપણ) નહિ રોગ નહિ; કુરૂપ નહિ, પરિપૂર્ણ અંગ ઉપાંગને વિષે સુખ ભોગવે; તે પૂર્વના દાન, પુન્યનાં ફળ જાણવાં. ઇતિ બીજા આરાના ભાવ સંપૂર્ણ.
ત્રીજો આરો
બીજો આરો ઉતરીને ત્રીજો આરો બેસે ત્યારે વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યવ અનંત અનંત હીણા થાય. એ આરો બે ક્રોડા ક્રોડી સાગરોપમનો. એ આરો સુષમ દુઃષમ નામે જાણવો, એટલે સુંદરતા ઘણી ને વિષમતા થોડી જાણવી. એ આરાને વિષે એક ગાઉનું શરીર ને એક પલ્યોપમનું આયુષ્ય, ઉતરતે આરે પાંચસે ધનુષ્યનું શરીર ને ક્રોડ પૂર્વનું આયુષ્ય એ આરાને વિષે વજૠષભનારાચ સંઘયણ ને સમચતુરંસ્ત્ર સંસ્થાન જાણવું. ઉતરતે આરે ૬ સંઘયણ અને છ સંસ્થાન જાણવા એ આરાને વિષે ૬૪ પાંસળીઓ, ઉતરતે આરે ૩૨ પાંસળીઓ જાણવી. એ આરાને વિષે ચઉથભકતે (એક દિવસે) આહારની ઇચ્છા ઉપજે, ત્યારે શરીર પ્રમાણે આહાર કરે. જમીનની સરસાઈ (રસ) ગોળ સરખી જાણવી, ઉતરતે આરે સારી જાણવી. એ આરાને વિષે કલ્પવૃક્ષ દશ પ્રકારનાં સુખ આપે. એ આરાને વિષે જુગલીયાના આયુષ્યમાં છેલ્લા છ માસ બાકી રહે ત્યારે જુગલીયા પરભવનું આયુષ્ય બાંધે તે વારે જુગલાણી એક જોડું પ્રસવે, તે જોડાની પ્રતિપાલના ઓગણએંશી દિવસની કરે. જુગલ જુગલાણીને ક્ષણ માત્રનો વિયોગ ન પડે. તેમને છીંક, બગાસું કે ઓડકાર આવે ત્યારે તે મરીને દેવ ગતિમાં જાય. એ ત્રણ આરા જુગલીયાના. એકલો જુગલ ધર્મ જાણવો. એ ત્રીજા આરામાં જુગલીયા સુધી, ગતિ એક દેવની જાણવી. એ આરાને વિષે જુગલીયા ધર્મ સુધી ઝેર નહિ, વેર નહિ, ઇર્ષ્યા નહિ, જરા નહિ;