________________
છ આરાના ભાવ,
૧૬૭ રોગ નહિ, કુરૂપ નહિ, પરિપૂર્ણ અંગ ઉપાંગને વિષે સુખ ભોગવે તે પૂર્વનાં દાન, પુન્યનાં ફળ જાણવાં. ઈતિ જુગલીયા ધર્મ સંપૂર્ણ. - ત્રીજા આરાના જતાં શેષ ચોરાસી લાખ પૂર્વ ત્રણ વર્ષ અને સાડાઆઠ મહિના રહ્યા ત્યારે સર્વાર્થ સિદ્ધ મહાવિમાનમાં ૩૩ સાગરોપમનું આયુષ્ય ભોગવીને ત્યાંથી ચવીને, વનિતા નગરીને વિષે, નાભિરાજાને ઘેર, મરૂદેવી રાણીની કુક્ષીમાં શ્રી ઋષભદેવ સ્વામી ઉપજ્યાં. પછી સવા નવ માસે જન્મ થયો. પ્રથમ ઋષભનું વપ્ન દીઠું. માટે ઋષભદેવ નામ પાડ્યું. તે ઋષભદેવ સ્વામીએ યુગલ ધર્મ નિવારી (કાઢી નાંખી) ને ૧ અસિ, ૨ મસિ, ૩ કૃષિ, ઇત્યાદિક બહોતેર કળા પુરુષને શીખવી. સ્ત્રીને ચોસઠ કળા શીખવી. અનુકંપા વાસ્તે વશ લાખ પૂર્વ તો કુંવરપણામાં રહ્યા. ત્રેસઠ લાખ પૂર્વ રાજ્ય પાળ્યું, પછી પોતાના પુત્ર ભરતને રાજ્ય સોંપી. પોતે ચાર હજાર પુરૂષ સહિત સંયમ લીધો. સંયમ લીધા પછી એક હજાર વર્ષે કેવળજ્ઞાન ઉપજયું, એમ છબસ્થપણું તથા કેવળપણું મળીને પૂરું એક લાખ પૂર્વનો સંયમ પાળીને, અષ્ટાપદ પર્વત ઉપર, પા આસને બેસીને દશ હજાર સાધુ સહિત, ભગવંત મોક્ષ પધાર્યા, તે સ્વામીજીના પાંચ કલ્યાણીક, ઉત્તરાષાઢા નક્ષત્રમાં થયા, તે ૧ પહેલે કલ્યાણીકે ઉત્તરાષાઢા નક્ષત્રમાં સર્વાર્થ સિદ્ધ વિમાનથી ચવીને મરૂદેવી રાણીની કુક્ષીમાં ઉપજ્યા; ર બીજે કલ્યાણીકે ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મ થયો; ૩ ત્રીજે કલ્યાણીકે ઉત્તરાષાઢા નક્ષત્રમાં રાજ્યાસને બિરાજ્યા; ૪ ચોથે કલ્યાણીકે ઉત્તરાષાઢા નક્ષત્રમાં દીક્ષા લીધી; ૫ પાંચમે કલ્યાણીકે ઉત્તરાષાઢા નક્ષત્રમાં કેવળજ્ઞાન પામ્યા અને અભિજિત નક્ષત્રમાં પ્રભુજી મોક્ષ પધાર્યા. એ જુગલીયા ધર્મ નિવાર્યા પછી ગતિ પાંચ જાણવી. ઇતિ ત્રીજા આરાના ભાવ સંપૂર્ણ.