SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ છ આરાના ભાવ ૧૫ એક જોડું પ્રસવે, તે જોવાની પ્રતિપાલના (આસનાવાસના) ઓગણપચાસ દહાડાની કરે. જુગલ જુગલાણીને ક્ષણ માત્રનો વિયોગ ન પડે. તેમને છીંક કે બગાસું કે ઓડકાર આવે ત્યારે મરીને* દેવગતિમાં જાય. ગતિ એક દેવની. એ આરાને વિષે ઝેર નહિ, વેર નહિ, ઈર્ષ્યા નહિ, જરા (ઘડપણ) નહિ, રોગ નહિ, કુરૂપ નહિ, પરિપૂર્ણ અંગ ઉપાંગને વિષે સુખ ભોગવે; તે પૂર્વનાં દાન પુન્યનાં ફળ જણવાં. ઈતિ પહેલા આરાના ભાવ સંપૂર્ણ બી આરો. પહેલો આરો ઉતરીને બીજો આરો બેસે, ત્યારે વર્ણ, ગંધ, રસ સ્પર્શના પર્યવ અનંત અનંત ઓછા થાય. એ આરો ત્રણ ક્રોડાકોડી સાગરોપમનો જાણવો એ આરો સુષમ નામે જાણવો એટલે સુંદર જાણવો. એ આરાને વિષે બે ગાઉનું શરીર ને બે પલ્યોપમનું આયુષ્ય જાણવું. ઉતરતે આરે એક ગાઉનું શરીર ને એક પલ્યોપમનું આયુષ્ય જાણવું. એ આરાને વિષે વજ ઋષભનારાચ સંહનન, સમચતુરંત્ર સંસ્થાન જાણવું. એ આરાને વિષે ૧૨૮ પાંસળીયો, ઉતરતે આરે ૬૪ પાંસળીયો જાણવી. એ આરાને વિષે છઠ્ઠભક્ત (બે દિવસે) આહારની ઈચ્છા ઉપજે, ત્યારે શરીર પ્રમાણે આહાર કરે, જમીનની સરસાઈ (રસ). ખાંડ સરખી જાણવી, ઉતરતે આરે ગોળ સરખી જાણવી. એ આરાને વિષે દશ પ્રકારનાં કલ્પવૃક્ષ દશ પ્રકારના મનવાંછિત સુખ આપે, તે ઉપર પહેલા આરામાં કહ્યાં તે પ્રમાણે જાણવાં એ આરાને વિષે જુગલીયાના આયુષ્યના છ માસ બાકી રહે, ત્યારે ? જુગલીયા પરભવનું આયુષ્ય બાંધે, તે વખતે જુગલાણી એક જોડું “યુગલનું જેટલું આયુ મનુષ્ય ગતિમાં હોય છે તેટલું અથવા એથી થોડુંક ઓછું આયુ. દેવગતિમાં પામે છે. + જુગલિયાનાં થોત્રમાં ભૂમિની સ્નિગ્ધતા-સરસતાને કારણે શરીર ગવી જાય છે. મરણકિયા દેવ કરે તે આગામિક નથી.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy