________________
૧૬૪
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ વિષે શરીરમાં ૨૫૬ પાંસળીઓ જાણવી, ને ઉતરતે આરે ૧૨૮ પાંસળીઓ જાણવી. એ આરાને વિષે, વજ>ષભનારા સંતનન, ને સમચતુરંઋસંસ્થાન જાણવું. એ આરાને વિષે સ્ત્રી પુરુષનાં રૂપ ઘણાં શોભાયમાન દેખાય. એ આરાને વિષે અઠમભક્ત (ત્રણ દિવસે) આહારની ઈચ્છા થાય, ત્યારે શરીર પ્રમાણે આહાર કરે. જમીનની સરસાઈ (રસ) સાકર સરખી જાણવી. ઉતરતે આરે જમીનની સરસાઈ (રસ) ખાંડ સરખી જાણવી. એ આરાને વિષે દશ પ્રકારના કલ્પવૃક્ષ મનવાંછિત સુખ આપે, તે દશ પ્રકારના કલ્પવૃક્ષ તેની પાસે જે ફળ છે તે જ આપે છે એટલે દશે કલ્પવૃક્ષ મળીને દશ વસ્તુ આપે છે પણ જે મનમાં ચિંતવે તે આપવા સમર્થ નથી. મનવાંછિત સુખની
ગાથા. માંગાય હિંગા, તુડીયંગા દીવા જોઈ ચિતગા; ચિતરસા મસવેગા, ગિહગારો અનિયગણાઉં. ૧ ' અર્થ - ૧ મતંગા કહેતા, મધુર રસનાં ફળનાં કલ્પવૃક્ષ ૨ ભિગા કહેતાં, રત્નજડાવ ભાજનનાં કલ્પવૃક્ષ ૩ તુડીયંગા કહેતાં, ૪૯ જાતિનાં વાજિંત્રનાં કલ્યુવલ ૪ દીવ કહેતાં રત્નજડાવ દીવાનાં કલ્પવૃક્ષ ૫ જોઈ કહેતાં રત્નજડાવ સૂર્યની જ્યોતિનાં કલ્પવૃક્ષ ૬ ચિતગા કહેતાં; ચિત્રામણ સહિત ફૂલની માળાનાં કલ્પવૃક્ષ ૭ ચિતરસા કહેતાં, ચિત્તને ગમે તેવાં રસવંતાં ભોજનનાં કલ્પવૃક્ષ ૮ મણવેગા કહેતાં રત્નજડાવ આભરણનાં કલ્પવૃક્ષ ૯ ગિહગારા કહેતાં, ૪૨ ભોમીયા આવાસનાં કલ્પવૃક્ષ ૧૦
અનિયગણાઉ કહેતાં, નાકને વાયરે ઉડે એવાં ઝીણાં રત્નજડાવ વસ્ત્રનાં કલ્પવૃક્ષ. એ દશ પ્રકારનાં કલ્પવૃક્ષ જુગલીયાને સુખ આપે. એ આરાને વિષે જુગલીયાને આયુષ્યના છ માસ બાકી રહે તે વખતે જુગલીયા પરભવનું આયુષ્ય બાંધે, ત્યારે જુગલાણી