________________
છ આરાના ભાવ
૧૬૩
૧ જાતિ, ૨ ગતિ, ૩ સ્થિતિ, ૪ અવગાહના, ૫ પ્રદેશ અને ૬ અનુભાગ.
ઇત સાતમો દ્વાર સંપૂર્ણ. આઠમો આકર્ષ દ્વાર.
આકર્ષ-તે તથાવિધ પ્રયત્ન કરી કર્મ પુદ્ગલનું ગ્રહવું-ખેંચવું. જેમ ગાય પાણી પીતાં ભયથી પાછું જુએ, વળી પીએ, તેમ જીવ જાતિ નિદ્વત્તાદિ આયુષ્યને જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ આઠ આકર્ષે કરી બાંધે.
તે આકર્ષનો અલ્પ-બહુત્વ.
સર્વથી થોડા જીવ આઠ આકર્ષે કરી જાતિ નિદ્વત્તાયુષ્યને બાંધનારા, તેથી સાતે કરી બાંધનાર સંખ્યાતગુણ, તેથી છથી બાંધનાર સંખ્યાતગુણ, તેથી પાંચથી બાંધનાર સંખ્યાતગુણ, તેથી ચારથી બાંધનાર સંખ્યાતગુણ, તેથી ત્રણથી બાંધનાર સંખ્યાતગુણ, તેથી બેથી બાંધનાર સંખ્યાતગુણ, તેથી એકથી બાંધનાર સંખ્યાતગુણ.
.
ઇતિ શ્રી ગતાગતિ
*
(૯) છ આરાના ભાવ
જંબુદ્રીપ. પતિ. વૃક્ષકાર-૨
દશ ક્રોડાક્રોડી સાગરોપમના છ આરા જાણવા. “પહેલો આરો.
ચાર ક્રોડાક્રોડી સાગરોપમનો પહેલો આરો સુષમ સુષમ
નામે એટલે અતિશય સુંદર જાણવો. એ આરાને વિષે ત્રણ
ગાઉનું શરીર ને ત્રણ પલ્યોપમનું આયુષ્ય જાણવું, ઉતરતે આરે બે ગાઉનું શરીર ને બે પલ્યોપમનું આયુષ્ય જાણવું. એ આરાને