________________
૧૬૨
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૧૨ પુરૂષ વેદની આગતિ ૩૭૧ બોલની તે મિથ્યાત્વ દૃષ્ટિની આગતિ પ્રમાણે.
ગતિ પ૬૩ ની.
૧૩ નપુંસક વેદની આગતિ ૨૮૫ બોલની, તે નવાણુ જાતિના દેવના પર્યાપ્ત ને આગળ ૧૭૯ બોલ કહ્યા છે તે, ને સાત નરકના પર્યાપ્ત, એવું ૨૮૫.
ગતિ ૫૩ ની. ઈતિ પાંચમો-છકો દ્વારા સંપૂર્ણ
સાતમો આયુષ્ય દ્વાર આ ભવના આયુષ્યના કેટલાયે ભાગે પરભવના આયુષ્યનો બંધ પડે તે.
દશ દારિકના દંડક સોપકર્મી અને નોપકર્મી જાણવા.
નારકીનો એક દંડક ને દેવના ૧૩, એ ચૌદ દંડક નોપકર્મી જાણવા.
દશ ઔદારિકના દંડક છે, તેમાં જેઓને અસંખ્યાત વર્ષનાં આયુષ્ય છે, તેઓ નોપકર્મી છે, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા છે, તેમાં સોપકર્મી છે ને નોપકર્મી છે.
નોપકર્મી તે નિશ્ચયે આયુષ્યને ત્રીજે ભાગે પરભવનું આયુષ્ય બાંધે.
સોપકર્મી તે, આયુષ્યને ત્રીજે ભાગે, તેને ત્રીજે ભાગે, છેવટે અંતર્મુહૂર્ત રહે ત્યારે પણ પરભવનું આયુષ્ય બાંધે.
અસંખ્યાત વર્ષના મનુષ્ય, તિર્યંચ તથા નારકી, દેવ નોપકર્મી છે. તેઓ નિશ્ચયે આયુષ્યના છ માસ શેષ રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે. પરભવ જતાં જીવ છ બોલ સાથે આયુષ્ય નિદ્ધત કરે છે.