________________
ગતાગતિ
૧૬૧
૨૦૦ ને ૧૦૧ સંમૂર્ણિમના અપર્યાપ્ત એવું ૩૦૧ ને ૧૫ કર્મભૂમિના અપર્યાપ્ત, ૩૧૭, સાત નરકના પર્યાપ્ત, એવું ૩૨૩ ને તિર્યંચના ૪૮ ભેદમાંથી તેજસ્, વાયુના આઠ બાદ કરતાં બાકીના ચાળીશ, એવું ૩૬૩ ની.
ગતિ ૨૮૨ ની તે, ૮૧ જાતિના દેવ, ૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ, ૫ સંજ્ઞી તિર્યંચ તથા ૬ નારકી એ ૧૩૭ ના અપર્યાપ્તા અને પર્યાપ્તા એવં ૨૭૪ તથા ૩ વિકલૅન્દ્રિય અને પાંચ અસંશી તિર્યંચના અપર્યાપ્તા એવં ૨૮૨ (મતાંતરથી ૨૫૮ ભેદની મનાય છે. ૨૮૨ માંથી અકર્મભૂમિનાં ૬૦ બાદ કરી ૧૫ પરમાધામી તથા ૩ કિલ્વિષિના ૩૬ ઉમેરી ૨૫૮-પરંતુ ૨૮૨ ની ગણના યોગ્ય લાગે છે.)
૯ માંડલિક રાજની આગતિ ૨૭૬ બોલની-તે શ્રાવકની આગતિ પ્રમાણે-ગતિ પ૩પ બોલની તે ૫૬૩ ભેદમાંથી ૯ રૈવેયક, ૫ અનુત્તર વિમાન એ ૧૪ ના અપર્યાપા ને પર્યાપ્તા એમ ૨૮ બાદ કરતાં પ૩૫ બોલની.
૧૦ મિથ્યાત્વ દૃષ્ટિની આગતિ ૩૭૧ બોલની તે નવાણું જાતિના દેવતા ને ૧૭૯ બોલ આગળ કહેલ છે તે, એવું ૨૭૮, સાત, નરકના પર્યાપ્ત એવું ૨૮૫, ને ૮૬ જાતિના જુગલીયાના પર્યાપ્ત એવું ૩૭૧ ની (તે ૧૯ર અમર વર્જિને)
ગતિ ૫૫૩ ની તે, પ૬૩ બોલમાંથી પાંચ અનુત્તર વિમાનના અપર્યાપ્ત અને પર્યાપ્ત એ દશ બાદ કરતાં ૫૫૩ ની.
૧૧ સ્ત્રી વેદની આગતિ ૩૭૧ બોલની, મિથ્યાષ્ટિ પ્રમાણે.
ગતિ ૫૬૧ બોલની, તે સાતમી નરકના અપર્યાપ્ત ને પર્યાપ્ત એ બે બાદ કરતાં બાકીના ૫૬૧ની. -૧૧