________________
૧૬૦
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ગતિ ચૌદ બોલની, તે સાત નરકના અપર્યાપ્તા અને પર્યાપ્ત એ ૧૪ ની.
૪ બળદેવની આગતિ ૮૩ બોલની, તે ચક્રવર્તીના ૮૨ બોલ કહ્યા તે તથા બીજી નરક, કુલ ૮૩ ના પર્યાપ્તાની.
ગતિ ૭૦ બોલની. તે વૈમાનિકના ૩૫ ભેદના અપર્યાપ્ત ને પર્યાપ્ત, એવે ૭૦ની અથવા મોક્ષની. (તે સાધુની ગતિ સમજવી.)
૫ કેવલીની આગતિ, ૧૦૮ બોલની, તે નવાણુ જાતિના દેવમાંથી પંદર પરમાધામી ને ત્રણ કિલ્વિષી, એ અઢાર બાદ કરતાં બાકીના ૮૧; ને પંદર કર્મભૂમિ, પાંચ સંજ્ઞી તિર્યંચ, પૃથ્વી, પાણી, વનસ્પતિ, એ ૧૦૪ને પહેલેથી ચાર નરક, એવે ૧૦૮ પર્યાપ્તની,
ગતિ મોક્ષની.
૬ સાધુની આગતિ ૨૭૫ બોલની, તે ઉપર ૧૭૯ બોલ કહેલ છે તેમાંથી તેજસ વાયુના આઠ બાદ કરતાં બાકીના ૧૭૧ ને ૯૯ જાતિના દેવ, એ ૨૭૦ ને પ્રથમની પાંચ નરક, એ ૨૭૫ ની.
ગતિ ૭૦ બોલની, તે વૈમાનિકના ૩૫ ભેદના અપર્યાપ્તા અને પર્યાપ્તા અથવા મોક્ષની.
૭ શ્રાવકની આગતિ ૨૭૬ બોલની, તે સાધુની ર૭૫ બોલની કહી છે તે, ને છઠ્ઠી નરકના પર્યાપ્ત, એવું ૨૭૬ની.
ગતિ ૪૨ બોલની, તે બાર દેવલોક, નવ લોકાંતિક, એ ૨૧ ના અપર્યાપ્ત ને પર્યાપ્ત એવું ૪૨ ની. - ૮ સમ્યક્ત દૃષ્ટિની આગતિ ૩૬૩ બોલની, તે નવાણું જાતિના દેવના પર્યાપ્ત, ને ૧૦૧ સંશી મનુષ્યના પર્યાપ્ત એવું