________________
ગતાગતિ
૧૫૯
પાંચ હેમવય, પાંચ હિરણ્યવય, એ દશ ક્ષેત્રના જુગલીયાની ૧૨૪ બોલની, તે ઉપરના ૧૨૬ બોલમાંથી બીજા દેવલોકના અપર્યાપ્ત ને પર્યાપ્ત, એ બાદ કરતાં બાકીના ૧૨૪ની.
છપ્પન અંતરકીપના જુગલીયાની આગતિ પચીશ બોલની તે, પંદર કર્મભૂમિ, પાંચ સંજ્ઞી તિર્યંચ, પાંચ અસંજ્ઞી તિર્યંચ એવું ૨૫ પર્યાપ્તની.
ગતિ ૧૦૨ બોલની, તે પચીશ ભવનપતિ, છવીશ વાણવ્યંતર એ ૫૧ ના અપર્યાપ્ત ને પર્યાપ્ત એવં ૧૦૨ બોલની.
એ બાવીશ બોલ સંપૂર્ણ. એ બાવીશ બોલમાં ચોવીશ દંડકની ગતાગતિ કહી.
*
*
*
નવ ઉત્તમ પદવીધર તથા મિથ્યાત્વી તથા ત્રણ વેદ, એ
તેર બોલની ગતાગતિ ૧ તીર્થંકરની આગતિ ૩૮ બોલની, તે વૈમાનિકના ૩૫ ભેદ ને પહેલેથી ત્રણ નરક એ ૩૮ ના પર્યાપ્તાની.
ગતિ મોક્ષની.
૨ ચક્રવર્તીની આગતિ ૮૨ બોલની તે, નવાણું જાતિના દેવમાંથી પંદર પરમાધામી, ત્રણ કિલ્વિષી એ અઢાર બાદ કરતાં બાકીના ૮૧ ને પહેલી નરક, કુલ ૮૨ ના પર્યાપ્તાની.
ગતિ ૧૪ બોલની, તે સાત નરકના અપર્યાપ્ત ને પર્યાપ્ત એ ચૌદની. (જો તે દીક્ષા લે તો દેવની કે મોક્ષની.).
૩ વાસુદેવની આગતિ ૩૨ બોલની. તે બાર દેવલોક, નવ લોકાંતિક, નવગ્રેવેયક, ને પહેલી બીજી તરફ, કુલ ૩ર ના પર્યાની.