________________
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
૪ ખેચરની ૫૧૯ બોલની તે, ૫૨૧ બોલમાંથી ચોથી નરકના અપર્યાપ્ત ને પર્યાપ્ત એ બે બાદ કરતાં બાકીના ૫૧૯ બોલની.
૧૫૮
૫ ભુજપરિસર્પની ૫૧૭ બોલની તે, ૫૧૯ બોલમાંથી ત્રીજી નરકના અપર્યાપ્ત ને પર્યાપ્ત એ બે બાદ કરતાં બાકીના ૫૧૭ બોલની.
૧૯ અસંશી મનુષ્યની આગતિ ૧૭૧ બોલની તે, ઉપર ૧૭૯ બોલ કહેલ છે. તેમાંથી તેજસ, વાયુના આઠ બાદ કરતાં બાકીના ૧૭૧ ની.
ગતિ ૧૭૯ બોલની તે ઉપર ૧૭૯ બોલ કહેલ છે તે.
૨૦ પંદર કર્મભૂમિના સંજ્ઞી મનુષ્યની આગતિ, ૨૭૬ બોલની તે, ૧૭૯ બોલ કહેલ છે, તેમાંથી તેજસ વાયુના આઠ બાદ કરતાં બાકી ૧૭૧ રહ્યા તે, ને નવાણું જાતિના દેવ, એ ૨૭૦ ને પહેલેથી છ નરક સુધી, એવં ૨૭૬ ની.
ગતિ ૫૬૩ ની તથા મોક્ષની.
૨૧ ત્રીશ અકર્મભૂમિના સંજ્ઞી મનુષ્યની આગતિ, વીશ બોલની તે, પંદર કર્મભૂમિ. પાંચ સંશી તિર્યંચ, એ વીશ પર્યાપ્તાની.
· જુદી જુદી ગતિ નીચે મુજબ.
પાંચ દેવકુરૂ, પાંચ ઉત્તરકુરૂ, એ દશ ક્ષેત્રના જુગલીયાની ૧૨૮ બોલની, તે ચોસઠ જાતિના દેવના અપર્યાપ્ત ને પર્યાપ્ત એ ૧૨૮ ની.
પાંચ હરિવાસ, પાંચ રમ્યકવાસ એ દશ ક્ષેત્રના જુગલીયાની ૧૨૬ બોલની, તે ઉપરના ૧૨૮ બોલમાંથી પહેલા કિલ્ટિષીના અપર્યાપ્તને પર્યાપ્ત, એ બે બાદ, એવં ૧૨૬ની.