________________
૧૫ર
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ - ત્રણ વિલેંદ્રિય ને તિર્યંચ સંમૂર્ણિમમાં અંતર પડે તો, જઘન્ય, એક સમય, ઉત્કૃષ્ટ, અંતમુહુર્તનું;
તિર્યંચ ગર્ભજ, અને મનુષ્ય ગર્ભમાં અંતર પડે તો જઘન્ય, એક સમય, ઉત્કૃષ્ટ, બાર મુહુર્તનું;
. મનુષ્ય સંમૂર્ણિમમાં અંતર પડે તો, જઘન્ય, એક સમય, ઉત્કૃષ્ટ, (ચોવીશ મુહુર્તનું;)
સિદ્ધમાં અંતર પડે તો, જઘન્ય, એક સમય, ઉત્કૃષ્ટ છે માસનું. એમ જ સિદ્ધ વર્જી ચવવાનું ઉત્પન્ન વિરહની પેરે જાણવું.
સિદ્ધમાં એક સમયે જઘન્ય, એક, બે, ત્રણ; ઉત્કૃષ્ટ, એકસો ને આઠ ઉત્પન્ન થાય. એમજ ઉદ્વર્તન પણ સિદ્ધ વર્જી સર્વને જાણવું. ઇતિ એક સમયે ઉત્પન્ન થવાનો તથા ચવવાનો ચોથો દ્વાર સંપૂર્ણ. (વિશેષ વિરહ પદનાં આધારે ભરત ક્ષેત્રમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાનો વિરહ પડે તો જ. ૬૩ હજાર વર્ષનો અને અરિહંત, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવનો જવ.૮૪ હજાર વર્ષનો ઉ.દેશે ઉણો ૧૮ ક્રોડા ક્રોડ સાગરોપમનો વિરહ પડે. સમ્યકત્વીનો ઉ.૭ દિવસનો, નવીન શ્રાવકનો ઉ.૧૨ દિવસનો, નવીન સાધુનો ઉ.૧૫ દિવસનો.)
બીજો દ્વારા સંપૂર્ણ
ત્રીજો અંતર નિરંતર દ્વાર. સઅંતર કહેતાં અંતર સહિત, નિરંતર કહેતાં અંતર રહિત ઉપજે તે.
પાંચ એકેંદ્રિયના પાંચ દંડક વર્જીને, બાકીના ઓગણીશ દંડક તથા સિદ્ધમાં સદંતર તથા નિરંતર ઉપજે. - પાંચ એકેંદ્રિયના પાંચ દંડકમાં નિરંતર ઉપજે. એમજ ઉદવર્તન (ચવવાનું) પણ સિદ્ધને વજી સર્વને જાણવું.
ત્રીજી વાર સંપૂર્ણ