________________
ગતાગતિ
૧૫૭
ચોથે એક સમયમાં જે બોલમાં જેટલા ઉપજે તથા ચવે તે
દ્વાર.
સાત નારકી, ૭. દશ ભવનપતિ, ૧૭. વાણવ્યંતર, ૧૮. જ્યોતિષી, ૧૯. પહેલાથી આઠ દેવલોક, ૨૭. ત્રણ વિકલૈંદ્રિય, ૩૦. તિર્યંચ સંમૂર્ણિમ, ૩૧. તિર્યંચ ગર્ભજ, ૩૨. મનુષ્ય સંમૂર્ણિમ, ૩૩. એ તેત્રીશ બોલમાં એક સમયમાં જઘન્ય, એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ ઉપજે તો સંખ્યાતા તથા અસંખ્યાતા ઉપજે.
નવમું-દશમું-અગિયારમું-બારમું એ ચાર દેવલોક ૪, નવ રૈવેયક ૧૩ પાંચ અનુત્તર વિમાન ૧૮, મનુષ્ય ગર્ભજ ૧૯, એ ઓગણીશ બોલમાં જઘન્ય, એક, બે, ત્રણ ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉપજે; પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, એ ચાર એકેંદ્રિયમાં, સમયે સમયે, અસંખ્યાતા ઉપજે.
વનસ્પતિમાં, સમયે સમયે સંખ્યાતા, અસંખ્યાતા અને (યથાસ્થાને) અનંતા ઉપજે.
પાંચમો કત્તા (ક્યાંથી આવે), છઠો ઉદ્વર્તન
(ચવીને જાય) તે બંને દ્વાર. પ૬૩ માંહેના જે જે બોલનો આવીને ઉત્પન્ન થાય તે
કિસ્માત (ક્યાંથી) આવે.] ને ચવીને ૫૬૩ માંહેના જે જે બોલમાં જાય તે ગતિ (ઉદ્વર્તન).
૧ પહેલી નરકે ૨૫ બોલની આગતિ. તે પંદર કર્મ ભૂમિ, પાંચ સંશી તિર્યંચ, પાંચ અસંશી તિર્યંચ પંદ્રિય, એ પચીસ પર્યાપની.