________________
ગતાગતિ
૧૫૧
પાંચમે દેવલોકે અંતર પડે તો, જઘન્ય, એક સમય, ઉત્કૃષ્ટ, સાડીબાવીશ દવસનું;
છઠે દેવલોકે અંતર પડે તો, જન્મ, એક સમય, ઉત્કૃષ્ટ પીસ્તાળીશ દિવસનું;
સાતમે દેવલોકે અંતર પડે તો, જધન્ય, એક સમય, ઉત્કૃષ્ટ એંશી દિવસનું;
આઠમે દેવલોકે અંતર પડે તો, જન્ય, એક સમય, ઉત્કૃષ્ટ, સો દિવસનું;
નવમે-દશમે દેવલોકે અંતર પડે તો, જઘન્ય, એક સમય, ઉત્કૃષ્ટ, સંખ્યાતા માસનું; (એક વર્ષની અંદર)
અગિયારમે-બારમે દેવલોકે અંતર પડે તો, જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાતા વર્ષનું; (સો વર્ષની અંદર)
ત્રૈવેયકની પહેલી ત્રિકે અંતર પડે તો, જઘન્ય, એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાતા સો વર્ષનું; (એક હજાર વર્ષની અંદર)
ત્રૈવેયકની બીજી ત્રિક અંતર પડે તો, જઘન્ય, એક સમય, ઉત્કૃષ્ટ, સંખ્યાતા હજાર વર્ષનું; (એક લાખની અંદર)
ત્રૈવેયકની ત્રીજી ત્રિક અંતર પડે તો, જધન્ય, એક સમય, ઉત્કૃષ્ટ, સંખ્યાતા લાખ વર્ષનું; (પલ્યના અસંખ્યાતમાં ભાગની અંદર)
ચાર અનુત્તર વિમાને અંતર પડે તો, જઘન્ય, એક સમય, ઉત્કૃષ્ટ, પલ્યના અસંખ્યાતમા ભાગનું; (પલ્યના સંખ્યાતમા ભાગની અંદર)
પાંચમાં સર્વાર્થ સિદ્ધ વિમાને અંતર પડે તો, જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ પલ્યના સંખ્યાતમા ભાગનું;
પાંચે એકેંદ્રિયમાં અંતર નથી;