________________
૧૫૦
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
પહેલો બારસ દ્વાર.
નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવ, એ ચાર ગતિમાં ઉત્પન્ન થવાનું તથા ચવવાનું અંતર પડે તો જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર મુહુર્ત્તનું અંતર પડે. સિદ્ધગતિમાં અંતર પડે તો જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ છ માસનું. ચવવાનું નથી.
વિરહ પદ
(શ્રી પત્નવણા સૂત્રનાં ૬ઠ્ઠા પદનો અધિકાર) તેમજ બીજો ચઉંવીશ દ્વાર.
૧ પહેલી નકે, અંતર પડે તો જધન્ય, એક સમય, ઉત્કૃષ્ટ, ચોવીશ મુહુર્ત્તનું;
૨ બીજી નકે, અંતર પડે તો જાન્ય, એક સમય, ઉત્કૃષ્ટ સાત દિવસનું;
૩ ત્રીજી નરકે, જધન્ય, એક સમય, ઉત્કૃષ્ટ, પંદર દિવસનું; ૪ ચોથી નરકે, જાન્ય, એક સમય, ઉત્કૃષ્ટ, એક માસનું; ૫ પાંચમી નરકે, જઘન્ય, એક સમય, ઉત્કૃષ્ટ, બે માસનું; ૬ છઠ્ઠી નરકે, જધન્ય, એક સમય, ઉત્કૃષ્ટ, ચાર માસનું; ૭ સાતમી નરકે, જઘન્ય, એક સમય, ઉત્કૃષ્ટ, છ માસનું; ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, પહેલા બીજા દેવલોક સુધી અંતર પડે તો જઘન્ય, એક સમય, ઉત્કૃષ્ટ ચોવીશ મુહુર્ત્તનું; ત્રીજે દેવલોકે અંતર પડે તો, જઘન્ય, એક સમય, ઉત્કૃષ્ટ, નવ દિવસ ને વીશ મુહુર્ત્તનું;
ચોથે દેવલોકે અંતર પડે તો, જન્ય, એક સમય, ઉત્કૃષ્ટ, બાર દિવસ ને દશ મુહૂર્તનું;