________________
ગતાગતિ
૧૪૯ પ્રકારે, ને નીચ ગોત્ર આઠ પ્રકારે. તે જે પ્રમાણે ઉંચ ગોત્ર તથા નીચ ગોત્રની આઠ આઠ પ્રકૃતિ છે તે જ આઠ આઠ પ્રકારે ભોગવે.
ગોત્ર કર્મની સ્થિતિ, જઘન્ય, આઠ મુહૂર્તની; ઉત્કૃષ્ટ વિશ ક્રોડાક્રોડી સાગરોપમની. અબાધા કાળ બે હજાર વર્ષનો.
૮ અંતરાય કમેનો વિસ્તાર,
અંતરાય કર્મની પાંચ પ્રકૃતિ. ૧ દાનાંતરાય, ૨ લાભાંતરાય, ૩ ભોગાંતરાય, ૪ ઉપભોગવંતરાય, ૫ વીર્યંતરાય, એ પાંચ.
અંતરાય કર્મ પાંચ પ્રકારે બાંધે, તે ઉપર પ્રમાણે. અંતરાય કર્મ પાંચ પ્રકારે, ભોગવે, તે પણ ઉપર પ્રમાણે.
અંતરાય કર્મની સ્થિતિ, જઘન્ય, અંતર્મુહુર્તની; ઉત્કૃષ્ટ ત્રીશ ક્રોડાક્રોડી સાગરોપમની. અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો.
ઇતિ શ્રી આઠ કર્મની પ્રતી.
(૮) ગતાગતિ | પન્નવણા પદ - ૬
ગાથા
બારસ, ચકવીસાઈ, સંતર એગસમય કતા, ય;
વિટ્ટણ, પરભવ આઉર્ય, ચ અઠે વ આગરિયા. ૧.